GST નેટર્વકનું પોર્ટલ 1લી સપ્ટેમ્બરથી બે મહિના માટે ખુલ્લો રાખવાનો નિર્દેશ
કોર્ટના આ નિર્ણયથી ઘણાં વેપારીઓને મળશે રાહત, જે કેસ લડી રહ્યાં છે
કેસના કારણે વ્યવસાયો પર ક્રેડિટ રિર્ટન મેળવાના અધિકારથી દૂર ના કરી શકાય
GST મામલે સુપ્રીમ કોર્ટે વેપારીઓને મોટી રાહત આપી છે. અદાલતે શુક્રવારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (GSTN) પોર્ટલને 1 સપ્ટેમ્બરથી બે મહિના માટે ખુલ્લું રાખવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી વ્યવસાયો ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકે. મહત્વનું છે કે, જુલાઈ 2017માં આવેલી આ નવી પરોક્ષ કર વ્યવસ્થા પછી આવા ઘણા કેસ પેન્ડિંગ છે. નિષ્ણાતોએ આ નિર્ણયને સીમાચિહ્ન ગણાવ્યો છે.
સર્વોચ્ચ અદાલતના નિર્ણયથી ઘણા વ્યવસાયોને રાહત મળશે જેઓ એક્સાઇઝ ડ્યુટી અને સર્વિસ ટેક્સના અગાઉના શાસનમાં ટેક્સ ક્રેડિટ્સ અંગે સરકાર સામે મુકદ્દમા લડી રહ્યા હતા, જેનો તેઓ GSTમાં ફેરફારો પછી લાભ મેળવી શક્યા ન હતા. આ રીતે તમામ વ્યવસાયોને ટેક્સ ક્રેડિટ મળવાનો મામલો અટકી ગયો છે.
નિષ્ણાંતોએ જણાવ્યું કે કોર્ટે સરકારને 1 સપ્ટેમ્બરથી બે મહિનાના સમયગાળા માટે સંબંધિત ફોર્મ ભરવાની મંજૂરી આપવાનો નિર્દેશ આપ્યો છે.આ નિર્ણય ચાલી રહેલા વિવાદના પ્રકાશમાં આવ્યો છે જેમાં ઘણા કરદાતાઓએ વિરોધ કર્યો હતો કે ટેકનિકલ ખામીઓને કારણે આ ફોર્મ સમયસર ફાઇલ કરી શકાયા નથી. તેથી, તેઓને ધિરાણનું વળતર મેળવવાનો અધિકાર નકારી શકાય નહીં.
નિષ્ણાંતો એ જણાવ્યું કે, જેનું GST રિટર્ન અટવાયું છે તેવા તમામ વ્યવસાયો માટે આ એક સુવર્ણ તક છે. તે રિટ પિટિશનનો પક્ષકાર છે કે નહીં. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના પ્રકાશમાં તમામ વ્યવસાયોએ કોઈપણ પ્રી-જીએસટી ક્રેડિટ જ્યાં તેમના નાણાં અટવાયેલા છે તે જોવું જોઈએ.આ મામલે મીડિયા દ્વારા ઈ-મેલથી પુછવામાં આવેલા પ્રશ્નોનો હજુ સુધી કોઈ નાણાં મંત્રાલયે કોઈ જવાબ નથી આપ્યો જો કે, કોર્ટના આ નિર્ણયથી સૈેંકડો વ્યવસાયોને ફાયદો મળવનાની સંભાવના છે.