વેસ્ટ ઇન્ડીઝ અને ભારત વચ્ચે ODI મેચ
પહેલા મેચમાં ભારતનો થયો વિજય
પ્લેયર ઓફ ધ મેચ બન્યો શિખર ધવન
વેસ્ટ ઇન્ડીઝના સામે ભારતની ૩ દિવસીય ODI માં પહેલા મેચમાં ભારતને વિજય મળ્યો છે. ત્યારે ટીમના કપ્તાન શિખર ધવને પોતાનો કમાલ બતાવ્યો હતો. પોતાની અર્ધ શતકીય પારીએ ભારતને વિજય અપાવ્યો હતો. અને સાથે સાથે પોતાના નામે એક રેકોર્ડ પણ બનાવ્યો છે. ધવને આ મેચમાં અર્ધ શતક સાથે લેજેન્ડ સુનીલ ગાવસ્કર, મોહમ્મદ અજહરુદીન, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ધવન હાલ સૌથી વધુ ઉમ્ર વાળો કેપ્ટન બન્યો છે જેણે અર્ધ શતક લગાવી હોય.
રેકોર્ડ તોડ્યા
ધવને 36 વર્ષ અને 229 દિવસની ઉંમરમાં પોતાની અડધી સદી ફટકારી હતી. ધવન પહેલા આ રેકોર્ડ અઝહરુદ્દીનના નામે હતો, જેણે 36 વર્ષ અને 120 દિવસની ઉંમરમાં ફિફ્ટી ફટકારી હતી. અઝહરુદ્દીને આ રેકોર્ડ 1999માં બનાવ્યો હતો. આ મામલે સુનીલ ગાવસ્કર ત્રીજા નંબર પર છે, જેમણે 35 વર્ષ અને 225 દિવસની ઉંમરમાં ફિફ્ટી ફટકારી હતી. ગાવસ્કરે આ રેકોર્ડ 1985માં બનાવ્યો હતો.
ટીમ ઈન્ડિયાએ પ્રથમ વન ડે 3 રને જીતી
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડેમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 7 વિકેટે 308 રન બનાવ્યા હતા. આમાં શિખર ધવને 97, શુભમન ગિલે 64 અને શ્રેયસ અય્યરે 54 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે ગુડાકેશ મોતી અને અલઝારી જોસેફે બે-બે વિકેટ ઝડપી હતી. આ સાથે જ રોમારિયો શેફર્ડ અને અકીલ હુસૈનને એક-એક વિકેટ મળી હતી.
શિખર ધવન પ્લેયર ઓફ ધ મેચ
આ પછી 309 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 305 રન બનાવી શકી હતી અને 3 રનથી મેચ હારી ગઈ હતી. ભારત તરફથી સિરાજ, શાર્દુલ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ લીધી હતી.આ જીતનો હીરો કેપ્ટન શિખર ધવન રહ્યો છે, જેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. ધવને 99 બોલનો સામનો કરીને 97 રન બનાવ્યા હતા. તે છઠ્ઠી વખત નર્વસ-90નો શિકાર બન્યો છે.
વન-ડે ફોર્મેટમાં ફિફ્ટી ફટકારનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય કેપ્ટન
36 વર્ષ 229 દિવસ – શિખર ધવન* (2022માં)
36 વર્ષ 120 દિવસ – મોહમ્મદ અઝહરુદ્દીન (1999માં)
35 વર્ષ 225 દિવસ – સુનીલ ગાવસ્કર (1985માં)
35 વર્ષ 108 દિવસ – એમએસ ધોની (2016માં)
35 વર્ષ 73 દિવસ – રોહિત શર્મા (2022માં)