હાઇપર લોકલ ભરતીનું પ્રમાણ વધ્યું,ભોપાલ,લખનૌ,કાનપુરમાં સૌથી વધુ માંગ
જૂનમાં કામદારોની માગ 66 ટકા વધી
ફિનટેકમાં માસિક ધોરણે 14% અને ઈ-કોમર્સમાં 11% વધી
દેશભરના મોટાભાગના રાજ્યોમાં ઓગસ્ટથી તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે પરંતુ આ દરમિયાન મોટા બિઝનેસ સેક્ટરોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મે મહિનામાં જ્યાં વિવિધ ક્ષેત્રોમાં લગભગ 3 લાખ કામદારોની ભરતી કરવામાં આવી હતી જૂનમાં આ આંકડો લગભગ 66% વધીને 5 લાખથી વધુ થયો હતો.
કોન્ટ્રાક્ટ પર કામ કરતા આવા કર્મચારીઓની ભરતી થોડા મહિનાઓથી ઝડપી બની છે. નોન-ડિમાન્ડ ટેક પ્લેટફોર્મ ટાસ્કમોના એક અહેવાલ મુજબ ફિનટેક અને ઈ-કોમર્સ કંપનીઓ તહેવારો પહેલા કામદારોની ઝડપી ભરતી કરી રહી છે. ગુરુવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ ફિનટેકમાં કામદારોની માંગ માસિક ધોરણે 14% અને ઈ-કોમર્સમાં 11% વધી છે.
કોવિડ-19 અને ત્યાર બાદ ડિજિટલ પેમેન્ટ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મનો ઉપયોગ વધ્યો છે. ડિલિવરી એક્ઝિક્યુટિવ્સથી માંડીને ટેલિ કોલર્સ સુધીની નોકરીઓની મજબૂત માંગ છે.
સંશોધન પર સૌથી ઓછો ખર્ચ કરનારા દેશોમાં ભારત: નીતિ આયોગ
રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પર ભારત વિશ્વમાં સૌથી ઓછો ખર્ચ કરનાર દેશ છે. NITI આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ 2021 રિપોર્ટ અનુસાર ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં R&D ખર્ચમાં ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર, દેશમાં R&D પરનો ખર્ચ 2008-09માં GDPના 0.8% હતો જે 2017-18માં ઘટીને 0.65% થયો છે. જ્યારે યુએસમાં તે 2.9%, સ્વીડનમાં 3.2% છે.
ટિયર-2 અને 3 શહેરોમાં કામદારોની માંગમાં ઝડપી વધારો
ટાસ્કમો ગિગ ઇન્ડેક્સ (TGI) અનુસાર મેની સરખામણીમાં જૂનમાં “ઉચ્ચ પદમાં હાયરિંગ” 12% ઘટ્યું હતું, ટાયર-3 શહેરોમાં ગીગ કામદારોની ભરતીમાં 13% અને ટિયર-2 શહેરોમાં 11% ઘટાડો થયો હતો. મૈસૂર, કાનપુર, ભોપાલ, લખનૌ અને કોઈમ્બતુરે માંગ 13-23% નોંધાઇ હતી.
કંપનીઓએ તહેવારોની તૈયારી કરી
જૂનમાં કંપનીઓ તહેવારોની તૈયારી કરે છે. કોવિડ-19ને કારણે છેલ્લા 2 વર્ષ સારા રહ્યા ન હતા પરિણામે આ વર્ષે મોસમી ભરતીમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે.