Ioniq 6 સંપૂર્ણપણે ટેક્નોલોજી આધારિત ફીચર્સથી ભરેલું છે
હ્યુન્ડાઈ મોટર ગ્રુપ ટેસ્લાને પડકારવા ઈલેક્ટ્રિક મોડલ લોન્ચ કરવાની યોજના ધરાવે છે
Android Auto અને Apple CarPlay સપોર્ટ ઘરાવે છે
હ્યુન્ડાઈ મોટર કંપની એ સત્તાવાર રીતે દક્ષિણ કોરિયામાં તેના હોમ બેઝ પર Ioniq 6 નામની તેની પ્રથમ ઇલેક્ટ્રિક સેડાન લોન્ચ કરી છે. હ્યુન્ડાઈ મોટર ગ્રુપ ટેસ્લાને પડકારવા અને EV સ્પેસમાં યુએસ કંપનીની લીડ ઘટાડવા માટે 2030 સુધીમાં 31 ઓલ-ઈલેક્ટ્રિક મોડલ લોન્ચ કરવાની યોજના ધરાવે છે.
Hyundai Ioniq 6 કોરિયન કંપનીના મોટા EV પ્લાનિંગનો એક ભાગ હોઈ શકે છે. આ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે કંપનીની પ્રથમ ઓલ-ઇલેક્ટ્રિક સેડાન છે અને સંભવતઃ મોડલ 3 સાથે સ્પર્ધા કરશે. આ ટેસ્લાની સૌથી વધુ વેચાતી EV છે, જે સેડાન પણ છે. આ કારની કિંમત 20 લાખ રુપિયા સુઘી હોઈ શકે છે. નવી Hyundai EV હોવાને કારણે, Ioniq 6 સંપૂર્ણપણે ટેક્નોલોજી આધારિત ફીચર્સથી ભરેલું છે. લિસ્ટમાં 12-ઇંચનું ઇન્ફોટેનમેન્ટ યુનિટ, બહુવિધ USB Type-C અને Type A પોર્ટ્સ, Android Auto અને Apple CarPlay સપોર્ટ, 64-કલર એમ્બિયન્ટ લાઇટિંગ અને આગળના ભાગમાં લક્ઝરી સીટોનો સમાવેશ થશે.
Hyundai Ioniq 6 ઇલેક્ટ્રિક ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ (E-GMP) પર આધારિત છે, જેના પર Ioniq 5 પણ બનેલ છે. હ્યુન્ડાઈની આ પહેલી ઇલેક્ટ્રિક કાર છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ Kia તેની ઇલેક્ટ્રિક કાર EV6 માટે પણ કરી રહ્યું છે. તેની ડિઝાઇન સ્પોર્ટી નથી. હ્યુન્ડાઇ ડિઝાઇનરોએ તેને ક્લીન-કટ ઇમેજ આપી છે. ઇલેક્ટ્રિક કારની ચારે બાજુ એલઇડી લાઇટિંગ જોવા મળે છે અને તેની એરોડાયનેમિક્સ વધારવા માટે સેડાનને જાણી જોઇને ઓછી રાખવામાં આવી છે.Hyundai Ioniq 6 ને 77.4 kWh બેટરી પેક મળે છે અને તે 320 hp અને 605 Nm ટોર્ક બનાવતી બે ઇલેક્ટ્રિક મોટર્સ સાથે જોડાયેલી છે. Ioniq-6 સિંગલ ચાર્જ પર 610 કિમી સુધીની રેન્જ આપી શકે છે. કંપની એવો પણ દાવો કરી રહી છે કે Ioniq 6 નું બેઝ વેરિઅન્ટ વિશ્વમાં સૌથી વધુ ઉર્જા કાર્યક્ષમ હશે, જેની ઉર્જા વપરાશ પ્રતિ 100 કિમી દીઠ 14 kWh કરતાં ઓછી હશે. Hyundai દાવો કરે છે કે Ioniq 6 ડ્યુઅલ-મોટર સેટઅપમાં 5.1 સેકન્ડમાં 100 kmphની ઝડપે અને સિંગલ મોટર સાથે લગભગ સાત સેકન્ડમાં હિટ કરી શકે છે.