તમામ પરિવારોને 300 યુનિટ મફત વીજળી પ્રદાન કરીશું
ગુજરાતને રેવડી વેચીને શ્રીલંકા જેવી સ્થિતિ ભાજપના કાર્યકર્તા ક્યારેય થવા દેશે નહીં
હવે લોકો ગુજરાતમાં બદલાવ ઇચ્છે છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતમાં ફ્રી વીજળી અને સસ્તી વીજળીને લઇને ગેરંટી આપતા જણાવ્યું કે, ‘જો અમારી સરકાર બની તો સરકાર બનતા જ 3 મહિનાની અંદર અમે તમામ પરિવારોને 300 યુનિટ મફત વીજળી પ્રદાન કરીશું. તમામ શહેરો અને ગામડાઓમાં 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડીશું તેમજ 31 ડિસેમ્બર 2021 સુધીના જૂના ઘરેલુ વીજબિલો માફ કરી દેવાશે. ફ્રી વીજળી આપવી એ એક મેજિક છે અને આ મેજિક ઉપરવાળાએ મને જ આપી છે. દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું તે અમે હવે ગુજરાતમાં કરીશું.’ કેજરીવાલના આ નિવેદનને લઇને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
તો આ તરફ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ પ્રહાર કરતા જણાવ્યું કે કેજરીવાલની સરકાર દિલ્હીમાં લોકોને મુર્ખ બનાવીને સત્તા પર બેસીને વાયદા અને વચનો ભૂલી ગઇ છે. પરંતુ ગુજરાતની પ્રજા રાજકીય કોઠાસૂઝ ધરાવે છે. ગુજરાતમાં હંમેશા પ્રજાએ ખોટા વાયદા વચન આપનારને જાકારો આપ્યો છે. એટલે આવા ખોટા વચન આપનારનો સમયે હિસાબ કરશે.
સી.આર પાટીલે કેજરીવાલને આડેહાથ લેતા જણાવ્યુ કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી છે પરંતુ કામ કરવાની પદ્ધતિ રેવડી વેચવાની છે. આ ગુજરાતને રેવડી વેચીને શ્રીલંકા જેવી સ્થિતિ ભાજપના કાર્યકર્તા ક્યારેય થવા દેશે નહીં. આવી જ રેવડીને કારણે શ્રીલંકાની આવી સ્થિતિ થઇ છે. ગુજરાતને નુકસાન કરવાનો આ પ્રયત્ન અમે ક્યારેય સાંખી લઇશું નહીં. આ રેવડીબાજ લોકો છે અને રેવડી દ્વારા પોતાનો ઉલ્લુ સીધો કરવાનો તેમનો પ્રયત્ન છે.
"वचनं किम् दरिद्रता"।
अर्थात
शब्दों से हम गरीब क्यों बनें?
— C R Paatil (@CRPaatil) July 21, 2022
મહત્વનુ છે કે આમઆદમી પાર્ટી દ્વારા ગુજરાતની પ્રજાને રિઝવવા માટેનો મફતમાં આપવાના વાયદા કરી રહી છે. ચૂંટણી ટાણો અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાત આવશે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત તેઓ આજે સુરત આવ્યા હતા. સુરતમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ‘હમણાંથી ઘણી વાર હું ગુજરાત આવ્યો છું. લોકો મને કહેતા હતા કે ગુજરાતને બચાવી લો. ગુજરાતમાં લોકો ખૂબ ડરમાં છે. હવે લોકો ગુજરાતમાં બદલાવ ઇચ્છે છે. ગુજરાતના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. ગુજરાતમાં વીજળી ખૂબ મોંઘી થઇ ગઇ છે. પંજાબમાં સરકારે 3 મહિનામાં વીજળી ફ્રી કરી દીધી આથી હવે ગુજરાતના લોકો પણ ફ્રી વીજળી ઇચ્છે છે.’