મર્યાદા કરતાં વધુ રોકડ વ્યવહારો પર રકમના 100% દંડને લઇ શકે છે
દર વર્ષે 20 લાખ રૂપિયાથી વધુ જમા કરાવવા માટે આધાર રજીસ્ટ્રેશન ફરજિયાત
સરકારે 2 લાખ રૂપિયાથી વધુની રોકડ થાપણો સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો છે
ગેરકાયદેસર અને બિનહિસાબી રોકડ વ્યવહારોને રોકવા માટે સરકારે વર્ષની શરૂઆતમાં રોકડ વ્યવહારના નિયમોમાં સુધારો કર્યો હતો. નિયત મર્યાદા કરતાં વધુ રોકડ વ્યવહારો વ્યવહારની રકમના 100% દંડને લઇ શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્રેટ ટેક્સીસના નવા નિયમો અનુસાર જે વ્યક્તિ દર વર્ષે 20 લાખ રૂપિયાથી વધુ જમા કરાવવા માંગે છે તેણે આધાર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
આધાર અને PAN માહિતી સબમિટ કરવી ફરજિયાત છે. અગાઉ, એક દિવસમાં 50,000 રૂપિયાથી વધુની રોકડ જમા કરાવવા માટે PAN જરૂરી હતું, પરંતુ તેની કોઈ વાર્ષિક મર્યાદા નહોતી. નવા નિયમો અનુસાર, એક અથવા વધુ બેંકોમાં એક વર્ષમાં મોટી માત્રામાં રોકડ જમા કરાવવા અને ઉપાડવા માટે આધાર અને PAN ફરજિયાત છે. જેમજે ની પાસે PAN કાર્ડ નથી તેમણે એક દિવસમાં રૂ. 50,000થી વધુ અને વાર્ષિક રૂ. 20 લાખથી વધુના વ્યવહારો કરવાના સાત દિવસ પહેલા PAN માટે અરજી કરવી જોઈએ. કાળાં નાણાંને ડામવા માટે સરકારે રોકડ વ્યવહારો પર અનેક નિયંત્રણો લાદ્યા છે. જાણો આ નવા નિયમો તમને કેવી અસર કરશે.
સ્વ-રોજગાર કરદાતાઓ માટે, તેઓ રોકડમાં કરવામાં આવેલ રૂ. 10,000 થી વધુના ખર્ચનો દાવો કરી શકતા નથી.
કોઈપણ એક વ્યક્તિ તરફથી કોઈપણ એક પ્રસંગે રૂ. 2 લાખથી વધુની રોકડ ભેટ સ્વીકારી શકાતી નથી. જે લોકો આ નિયમનું ઉલ્લંઘન કરે છે અને 2 લાખથી વધુની રોકડ રકમ સ્વીકારે છે તેમને ભારે દંડ ભરવો પડી શકે છે.
ભારતીય આવકવેરા અધિનિયમ રૂ. 2 લાખથી વધુના કોઈપણ રોકડ વ્યવહારને પ્રતિબંધિત કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે એક જ ટ્રાન્ઝેક્શનમાં રૂ. 3 લાખની કિંમતની સોનાની જ્વેલરી ખરીદો છો, તો તમારે ચેક, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા બેંક ટ્રાન્સફર દ્વારા ચૂકવણી કરવી પડશે.
જો કોઈ વ્યક્તિ કોઈ સંસ્થા અથવા મિત્ર પાસેથી રોકડ લોન લે છે, તો તે 20,000 રૂપિયાથી વધુ ઉધાર લઈ શકશે નહીં. આ જ નિયમ લોનની ચુકવણી માટે લાગુ પડશે. પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનમાં મહત્તમ રોકડ રકમ પણ 20,000 છે.
મોટા રોકડ વ્યવહારોને મર્યાદિત કરવા માટે, સરકારે 2 લાખ રૂપિયાથી વધુની રોકડ થાપણો સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે એક દિવસમાં 2 લાખથી વધુની રકમ નજીકના સંબંધીઓ પાસેથી પણ સ્વીકારી શકાતી નથી.