બાબા વેંગાએ વર્ષ 2022 ને લઈને આવી ભવિષ્યવાણી કરી હતી
એશિયન દેશો અને ઓસ્ટ્રેલીયામાં ભયંકર પૂર આવશે
કોરોના સિવાયની વધુ એક મહામારી જન્મ લઈ શકે છે.
દુનિયાભરમાં ઘણા ભવિષ્યવાણી કરવાવાળા લોકો છે. એમની ભવિષ્યવાણી ઘણી વખત સાચી પણ થઈ જાય છે અને એવા ભવિષ્યવાણી કરવાવાળા લોકોમાં બાબા વેંગાનું નામ સૌથી પહેલા આવે છે. બાબા વેંગાએ વર્ષ 2022 ને લઈને ભવિષ્યવાણી કરી હતી એવામાં લોકોને ડર છે કે ક્યાંક એમની આ ભવિષ્યવાણી સાચી થઈ ગઈ તો શું થશે..
બાબા વેંગાએ ચેરનોબિલ આપદા, સોવિયત સંઘનું વિઘટન અને રાજકુમારી ડાયનાના મૃત્યુ જેવી ઘણી ભવિષ્યવાણી કરી હતી જે સાચી પડી હતી. જો કે એમનું વર્ષ 1996માં નિધન થઈ ગયું છે પણ હજુ લોકો માને છે કે એમની ભવિષ્યવાણી હંમેશા સાચી પડે છે. વર્ષ 2022 માટે એમને ભવિષ્યવાણી કરી હતી કે એશિયન દેશો અને ઓસ્ટ્રેલીયામાં ભયંકર પૂર આવશે. એ વાત એમની બિલકુલ સાચી નિકળી છે સાથે જ બાબા વેંગા એ એમ પણ કહ્યું હતું કે યૂરોપના કેટલાક સ્થળે ભયંકર દુષ્કાળ પડશે.
આ સિવાય બાબા વેંગાએ કહ્યું હતું કે વર્ષ 2022માં લોકો પહેલાથી ઘણો વધુ સમય મોબાઈલ સ્ક્રીન પર વિતાવશે. અત્યારે જે રીતે દુનિયાભરમાં મોબાઈલનો ઉપયોગ વધી ગયો છે એ જોઈને લાગી રહ્યું છે કે એમની એ ભવિષ્યવાણી સાચી થઈ ગઈ છે. સાથે જ એમને એમ પણ ભવિષ્યવાણી કરી હતી કે એક મહામારી થશે જે એક જામેલા વાઇરસને કારણે થશે. સાથે જ એમણે એમ કહ્યું હતું કે આ વાઇરસ સાઇબેરિયામાં મળશે અને જળવાયુ પરિવર્તનને કારણે પેદા થશે. એનો મતલબ એમ છે કે કોવિડ-19 વાયરસ હાલ મહામારી ચાલે છે એના સિવાય વધુ એક મહામારી જન્મ લઈ શકે છે.
બાબા વેંગાએ આ ભવિષ્યવાણી ઉપરાંત એમ પણ કહ્યું હતું કે વર્ષ 2022માં ધરતી પર એલિયન્સ હુમલો કરશે અને સાથે જ આ વર્ષે ભયાનક પ્રાકૃતિક આપદા પણ આવશે. દુનિયાભરમાં ભૂકંપ અને સુનામી આવે તેવી સંભાવના પણ જતાવી હતી. જણાવી દઈએ કે બાબા વેંગાનો જન્મ વર્ષ 1911માં થયો હતો અને એમની વધુ પડતી ભવિષ્યવાણી સાચી પડી છે.