મૉરીતાનિયાની અજીબો ગરીબ ટ્રેન
આ ટ્રેનમાં બેસવુ છે મુશ્કેલી ભર્યુ
લોકો પણ નથી મુસાફરી માંડ કરી શકે છે
દુનિયામાં ઘણા દેશોમાં એવી રેલસેવા છે જે તમને ટ્રેનમાં બેઠા બેઠા કુદરતની સુંદરતાનો અહેસાસ કરાવે તો બીજી તરફ એવી પણ રેલવે છે જે તમને ડરાવનો અહેસાસ કરાવે. ત્યારે વાત કરીએ એવા એક દેશની જેમાં ટ્રેનમાં મુસાફરી કરવા માટે જાનની બાજી લગાવવી પડે. આ ટ્રેનમાં માલગાડીનો પણ સમાવેશ કરવામાં આવે છે.
આ દેશ છે મૉરીતાનિયા. અહીં ચાલનારી ટ્રેનોમાં યાત્રીઓને બેસવા માટે સીટ હોતી નથી કે ટોયલેટની સુવિધા. 20 કલાકમાં 704 કિમી કાપે છે. સહારા રણથી પસાર થનારી આ ટ્રેનની લંબાઇ 2 કિલોમીટર છે. આ ટ્રેનમાં સફર કરવુ એટલે મુશ્કેલીને આમંત્રણ આપવા બરાબર ગણાય.
1963માં ટ્રેન શરૂ થઈ હતી
આ ટ્રેન આફ્રિકન દેશમાં ચાલે છે અને તેની શરૂઆત 1963માં થઈ હતી. તમને જણાવી દઈએ કે તેનું નામ ટ્રેન ડુ ડેઝર્ટ છે અને તે 20 કલાકમાં 704 કિમીની મુસાફરી કરે છે. સહારા રણમાંથી પસાર થતી આ ટ્રેનની લંબાઈ લગભગ 2 કિલોમીટર છે
200 થી વધુ કોચવાળી આ ટ્રેનમાં મુસાફરો માટે એક કોચ પણ છે. પરંતુ આ ટ્રેનમાં મુસાફરી કરવી એ બાળકોની રમત નથી. ટ્રેનમાં મુસાફરી કરવા માટે, લોકોએ લોખંડના પતરા પર બેસવુ પડશે કારણ કે ટ્રેનમાં એક પણ સીટ નથી. પરંતુ આ ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં જે સમય લાગે છે તે 500 કિમીની માર્ગ મુસાફરી કરતા ઓછો છે અને લોકોને તેમના ગંતવ્ય સુધી પહોંચવા માટે લાંબી મુસાફરી કરવાની જરૂર રહેતી નથી.
તાપમાન વધારે હોય છે ટ્રેનમાં
ઘણીવાર લોકો આ ટ્રેનનો ઉપયોગ તેમના કામના સ્થળે પહોંચવા અથવા દૂર રહેતા સંબંધીઓને મળવા માટે કરે છે. એક અહેવાલ મુજબ, લોકોને કોચમાં મુસાફરી કરવા માટે પૈસા પણ આપવા પડતા નથી. મહત્વનું છે કે અહીં તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસથી શૂન્ય ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જોવા મળે છે.