મારુતિ સુઝુકી એસ-પ્રેસો 2022 થઈ લોન્ચ
નવાં સેફ્ટી ફિચર્સ તરીકે ડ્યુઅલ એરબેગ્સ મળશે
કિંમત 4.25 લાખ રૂપિયાથી શરૂ
મારુતિ સુઝુકીએ તેની મીની SUV એટલે કે S-Pressoનું નવું મોડલ (2022) લોન્ચ કર્યું છે. આ મોડલ નેક્સ્ટ જનરેશન K-Series 1.0 litre ડ્યુઅલ જેટ, ડ્યુઅલ VVT એન્જિન સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. કારમાં આઈડલ સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે, તે પહેલાંથી જ આવનારાં મોડલ કરતાં વધુ હશે. તમને જણાવી દઈએ કે, હાલમાં તે 21.7 kmplની માઈલેજ આપે છે.

નવી S-Pressoમાં નેક્સ્ટ જનરેશન K-Series 1.0L ડ્યુઅલ જેટ, ડ્યુઅલ VVT એન્જિન છે. તે 49kW@5500rpmનો પાવર અને 89Nm@3500rpmનો પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. નવી-નવી S-Presso એ યુવાની, જોમ અને ઉર્જાનો સમાવેશ કરે છે, જે ભારતની ‘ગો-ગેટર્સ’ની જેમ જ છે. તે કમાન્ડિંગ ડ્રાઇવ વ્યૂ, ડાયનેમિક સેન્ટર કન્સોલ, વધુ કેબિન સ્પેસ અને ઉચ્ચ ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે બોલ્ડ SUV જેવું એક્સટીરિયર મેળવે છે, જે તેને ડ્રાઇવિંગ કરતી વખતે વધુ આરામદાયક બનાવે છે.
નવી S-Pressoનાં Vxi(O) અને Vxi+(O) AGS વેરિઅન્ટને 25.30 km/l ની માઈલેજ મળશે, જ્યારે Vxi/Vxi+ MTને 24.76 km/l અને Std/Lxi MTને 24.12 km/l મળશે. એટલું જ નહીં, નવા મોડલનાં તમામ AGS વેરિઅન્ટમાં હિલ હોલ્ડ આસિસ્ટ અને ESP સાથે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ORVMs પણ મળશે.
2022 S-Pressoમાં ડ્યુઅલ એરબેગ્સ, EBD સાથે ABS, ફ્રન્ટ સીટ બેલ્ટ રિમાઇન્ડર સાથે પ્રી-ટેન્શન અને ફોર્સ લિમિટર ફ્રન્ટ સીટ બેલ્ટ, હાઈ સ્પીડ એલર્ટ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ સેન્સર, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP) મળશે. હિલ હોલ્ડ આસિસ્ટ જેવી સુવિધાઓ તમે આ કારને ઘણાં મલ્ટી કલર વિકલ્પોમાં ખરીદી શકશો.