ભરતી પ્રક્રિયા જ્યાં 1લી જુલાઈથી શરૂ થઈ ગઈ
દિલ્હી હાઈકોર્ટમાં તમામ અરજીઓની સુનાવણી કરાશે
અગ્નિપથ યોજના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરાઈ હતી
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી ભરતી યોજના ‘અગ્નિપથ’ને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે અગ્નિપથ યોજના સાથે જોડાયેલી તમામ અરજીઓને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દીધી છે.હવે દિલ્હી હાઈકોર્ટમાં તમામ અરજીઓની સુનાવણી કરાશે
અગ્નિપથ યોજના હેઠળ થલસેનામાં ભરતી પ્રક્રિયા જ્યાં 1લી જુલાઈથી શરૂ થઈ ગઈ છે.ત્યારે બીજી તરફ વાયુસેનામાં પણ આ અગાઉ 24 જૂન જ્યારે નૌસેનામાં 25મી જૂનથી શરૂ થઈ ગઈ છે. આ ભરતીમાં 17.5 વર્ષથી 21 વર્ષ સુધીના ઉમેદવારોને ભાગ લઈ શકે છે. જો કે, આ વર્ષ માટે ઉંમરની અવધી વધારીને 23 વર્ષ કરવામાં આવી છે. આ ભરતી ચાર વર્ષો માટે થશે. જે બાદ તેમના પરફોર્મન્સના આધારે 25 ટકા કર્મીઓને નિયમિત કેડરમાં પાછા દાખલ કરવામાં આવશે.
કેન્દ્રએ સંરક્ષણ દળો માટે ‘અગ્નિપથ’ ભરતી યોજનાને પડકારતી અરજીઓ પર સરકારનો પક્ષ સાંભળવાની માંગ કરતી 21 જૂને સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી પણ દાખલ કરી છે. અપીલ કરવામાં આવી છે કે તેમનો પક્ષ સાંભળ્યા વિના કોઈ આદેશ પસાર કરવામાં ન આવે. તમને જણાવી દઈએ કે, એક વાદી દ્વારા કેવિયેટ અરજી દાખલ કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે કે તેનો પક્ષ સાંભળ્યા વિના તેની વિરુદ્ધ કોઈ પ્રતિકૂળ આદેશ પસાર ન થાય. કેન્દ્રના નોટિફિકેશનને રદ કરવાની માંગ કરતી પીઆઈએલ એડવોકેટ એમએલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં દલીલ કરવામાં આવી હતી કે આ યોજના ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે.
Supreme Court transfers various pleas challenging 'Agnipath' scheme to Delhi High Court
Court directs Registrar General to transfer these matters to Delhi HC. pic.twitter.com/kDYCJuonzb
— ANI (@ANI) July 19, 2022
અગ્નિપથ યોજના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી.જેમાં આ આયોજનને હાલ પુરતું અટકાવવાની માંગ કરવામાં આવી હતી.અરજીકર્તાઓએ એવી માંગણી પણ કરી હતી કે જેઓ સેનામાં નોકરી મેળવવાની પ્રક્રિયામાં છે તેમના પર આ યોજના લાગુ ન થવી જોઈએ.