ઉત્તરાખંડમાંથી મોટી દુર્ઘટના આવી
વરસાદી નાળુ પાર કરવા જતાં બસ ખાબકી
ડ્રાઈવર અને હેલ્પરને સુરક્ષિત બહાર કાઢ્યા
ઉત્તરાખંડના કેટલાય વિસ્તારોમાં હાલના દિવસોમાં વરસાદે કહેર મચાવ્યો છે. વરસાદના કારણે નદીઓ અને નાળાઓ છલકાયા છે. કેટલીય જગ્યાએ ભૂસ્ખલનના સમાચાર આવી રહ્યા છે. આ તમામની વચ્ચે મંગળવાર સવારે ચંપાવતમાં એક સ્કૂલ બસ પાણીના તેજ વહેણમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટના ટનકપુરના કિરોડા વરસાદી નાળા પર થઈ હતી. સ્થાનિક લોકોની મદદથી બસ ડ્રાઈવર અને હેલ્પરને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. જેમની સારવાર હાલમાં ચાલી રહી છે. સારી વાત એ છે કે, આ દુર્ઘટના વખતે બસમાં એક પણ બાળક હતું નહીં. નહીં તો આ અત્યંત મોટી દુર્ઘટના સાબિત થઈ શકતી હતી.
उत्तराखंड के चंपावत में बह गई स्कूल बस pic.twitter.com/hS8pHtBgNq
— अजीत तिवारी (@ajittiwari24) July 19, 2022
આ દુર્ઘટના ટનકપુર પૂર્ણાગિરી રોડ પર કિરોડા નાળુ પાર કરતી વખતે બની હતી. બસ સ્કૂલના બાળકોને લેવા માટે જઈ રહી હતી. આ દરમિયાન નાળુ પાર કરતી વખતે આ દુર્ઘટના ઘટી હતી. બસમાં ફક્ત ડ્રાઈવર અને હેલ્પર પર બેઠેલા હતા. સ્થાનિક લોકોની મદદથી બસ ડ્રાઈવર તથા હેલ્પરને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. બસમાં બાળકો હોત તો મોટી દુર્ઘટના થઈ શકતી. તો વળી આ દુર્ઘટનામાં સ્થાનિક પ્રશાસનની સૂચના બાદ જેસીબીની મદદથી બસને બહાર કાઢવામા આવી હતી. હકીકતમાં રાજ્ય બન્યા બાદ સ્થાનિક ગામલોકોએ વરસાદી નાળા પર પુલની માગ કરી હતી. પહેલા પણ કેટલીય વાર આ પુલ પર મોટી દુર્ઘટના થઈ ચુકી છે. પણ હજૂ સુધી અહીં પુલ બનાવામાં આવ્યો નથી.