વરસાદ બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસની પ્રકૃતિ સોળે કળાએ ખીલી
તસવીરોમાં જુઓ કેવો છે નજારો
વરસાદ બાદ પ્રકૃતી સોળે કળાએ ખીલી ઉઠી છે
આ જિલ્લો 43 ટકા વનવિસ્તાર ધરાવતો જિલ્લો છે અને અહીં ચાલુ ચોમાસાની સિઝનમાં સારો વરસાદ પડ્યો છે. જેના કારણે જંગલ વિસ્તારમાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આજુબાજુ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. હાલ સારા વરસાદ બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પણ જંગલની મજા માણવા પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પ્રકૃતિના સૌંદર્યને કારણે જ નર્મદાને મિનિકાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે.
ચોમાસાની સિઝનમાં નર્મદા જિલ્લાનું સૌંદર્ય ખૂબ જ અદભુત હોય છે. તેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને તેની આજુબાજુના સાતપુડા અને પહાડો અને એની વચ્ચે ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના સમગ્ર વિસ્તારનું દ્રશ્ય જો એક અદ્ભુત લહાવો છે. તેમાંય જો ચોમાસાની સિઝન ચાલતી હોય ત્યારે વાત જ અલગ હોય છે. અત્યારે ભરપૂર વરસાદના કારણે ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેના કારણે અહીંયાના ડુંગરો લીલાછમ બની ગયા છે. સાથે સાથે જંગલમાં વહેતાં ઝરણાં પણ પાણીથી ભરપૂર રહ્યા છે.
આ સિઝનમાં હજારોની સંખ્યામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા તેમજ આ વિસ્તારમાં ફરવા માટે પ્રવાસીઓ ભારત જ નહીં પરંતુ જે વિદેશથી પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરીને કહી રહ્યા છે કે, આની સામે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીનો કોઇ ચાન્સ ના લાગે એવી અનુભૂતિ થઇ છે. અહીંયા આવનાર ભારતીય પ્રવાસીઓ જે વિદેશ ફરી આવ્યા છે અને વિદેશી પ્રવાસીઓ પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વાહ વાહ કરી રહ્યા છે.
નર્મદા જિલ્લો 43 ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે. અહીંયા સાતપુડા અને વિંદ્યાચાલની ગિરિમાળાઓ વચ્ચે સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમ આવેલો છે. એટલે ચોમાસામાં આ ગિરિકંદરાઓ એ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા સુંદર દ્રશ્યો કેવડિયા એકતા નગરમાં જોવા મળે છે. વરસતા વરસાદ વચ્ચે કુદરતી સોંન્દર્ય અદભુત કાશ્મીરની યાદ અપાવે છે. ત્યારે આવા સુંદર વતાવરણને માણવા પ્રવાસીઓ અહીંયા આવે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ગેલેરીમાંથી જે આકાશી નજારો દેખાય છે તે ઘણો જ અદ્ભુત છે. ત્યાંથી નદી, પહાડો અને નર્મદા ડેમ જોવા મળે છે. જેને કારણે હાલ આ સીઝનમાં વ્યૂહ ગેલેરીની ટિકિટો એડવાન્સ બુકિંગ થઈ જાય છે. 135 મીટરની ઊંચાઇની ઉપર આવેલી સરદાર પટેલની મૂર્તિના છાતીના ભાગમાં આવેલી ગેલેરી અને ગેલેરીમાંથી ઉભા ઉભા હરિયાળી ડુંગરો નર્મદા ડેમનો નજારો જોવાની ખૂબ મજા પ્રવાસીઓને આવી રહી છે. ત્યારે ગેલેરીનો નજારો ખૂબ જ સુંદર છે અને ત્યાંથી પ્રવાસીઓ આજુબાજુનો નજારો માણીને ખૂબ સારી અનુભૂતિ કરી રહ્યા છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પ્રવાસીઓ આવે છે તેઓને અમે સંપૂર્ણ કાળજી રાખી રહ્યા છે. અત્યારે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે. પ્રવાસીઓને કોઈપણ તકલીફ ન પડે તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી રહી છે. પ્રવાસીઓના આવવા જવા બસથી લઈ રેલવેની પણ સુવિધાઓ છે. જેના કારણે દૂરદૂરથી પ્રવાસીઓ કેવડીયા આવી રહ્યા છે. આ ઋતુનો નજારો જોઈ પ્રવાસીઓ ખૂબ આનંદ અનુભવે છે અને કોરોનાની ગાઈડલાઇનનું આજે પણ પાલન SOU પર થાય છે.