ઓછી કિંમતમાં બેસ્ટ કાર ઓપ્શન
મારુતિ સુઝુકી અલ્ટોનું બેઝ વેરિઅન્ટ
3.39લાખની કિંમત સાથે કુલ 5 વેરિએન્ટમાં કાર
જો તમે ઓછી કિંમતમાં સારામાં સારી કાર ખરીદવા માંગો છો તો સુઝુકી તમારી માટે બેસ્ટ ઓપ્શન લઇને આવી રહ્યું છે. સુઝુકીની અલ્ટો કાર આપણે જોઇ જ હશે. પરંતુ હવે અલ્ટો પણ નવા ફીચર સાથે કાર લાવી રહ્યું છે. જેમાં પેટ્રોલ અને સીએનજી એમ બે ઓપ્શન છે. જેમાં કુલ 5 વેરિએન્ટ આવે છે. સુઝુકી અલ્ટો 5 સીટર હેચબેક કાર છે. તે એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ ઓછી કિંમતે કાર ખરીદવા માંગે છે અને તેમની મુસાફરીને સરળ બનાવવા માંગે છે
મારુતિ સુઝુકી અલ્ટોનું બેઝ વેરિઅન્ટ ALTO STD (O) છે, જેની કિંમત 3.39 લાખ રૂપિયા છે. આ પછી, ALTO LXI(O) ની કિંમત રૂપિયા 4.08 લાખ, ALTO VXI ની કિંમત રૂપિયા 4.28 લાખ, ALTO VXI Plusની કિંમત રૂપિયા 4.41 લાખ અને ALTO LXI (O) CNGની કિંમત રૂપિયા 5.03 લાખ છે. . ALTO LXI (O) CNG તેનું ટોચનું વેરિઅન્ટ છે. ત્યારે આવો જાણીએ અલ્ટોના બેઝ વેરિઅન્ટના ફિચર્સ અને સ્પેસિફિકેશન વિશે.
મારુતિ અલ્ટોના બેઝ વેરિઅન્ટમાં 796 cc F8D, 3 સિલિન્ડર એન્જિન મળે છે. તે માત્ર એક એન્જિન વિકલ્પ સાથે આવે છે. જોકે, ટોચના વેરિઅન્ટમાં તેની સાથે CNG કિટ ઉપલબ્ધ છે. પરંતુ, તે બેઝ વેરિઅન્ટમાં ઉપલબ્ધ નથી. બેઝ વેરિઅન્ટનું પેટ્રોલ એન્જિન 47.33bhp@6000rpm પાવર અને 69Nm@3500rpm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે. તે 22.05 kmpl સુધીની માઈલેજ આપી શકે છે.
તેમાં બે એરબેગ્સ, રિવર્સ પાર્કિંગ સેન્સર, EBD સાથે ABS, સીટ બેલ્ટ રિમાઇન્ડર અને સ્પીડ એલર્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ છે. તેમાં પાવર વિન્ડો, પાવર સ્ટીયરિંગ અને ટચ સ્ક્રીનનો સમાવેશ થતો નથી. કુલ 6 રંગોમાં અલ્ટોની બેઝ કાર ઉપલબ્ધ છે. સિલ્કી સિલ્વર, ગ્રેનાઈટ ગ્રે, મોજીટો ગ્રીન, સેરુલિયન બ્લુ, સોલિડ વ્હાઇટ અને અપટાઉન રેડ. નોંધનીય છે કે અલ્ટોનું નામ દેશમાં સૌથી વધુ વેચાતી ટોપ-10 કારમાં સામેલ છે. આ યાદીમાં અલ્ટો છઠ્ઠા નંબર પર છે. જૂન 2022માં તેણે કુલ 13,790 યુનિટ્સ વેચ્યા છે.