કોર્ટે ફિલ્મના ડાયરેક્ટર મણિરત્નમ અને અભિનેતા વિક્રમને નોટિસ પાઠવી
પોન્નિયન સેલ્વનઃ 1’ને મણિરત્નમનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે
આ ફિલ્મ ચોલ વંશ પર આધારિત છે
ડાયરેક્ટર મણિરત્નમની ફિલ્મ ‘પોન્નિયન સેલ્વનઃ 1’ સતત ચર્ચામાં છે. આ ફિલ્મથી જ્યાં ઐશ્વર્યા રાય બચ્ચન સ્ક્રીન પર કમબેક કરી રહી છે. ત્યાં જ આ ફિલ્મમાં સાઉથનો સુપરસ્ટાર ચિયાન વિક્રમ પણ છે. ફિલ્મનું ટીઝર અને પોસ્ટર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. એક તરફ જ્યાં આ ફિલ્મ 30 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થવાની તૈયારી કરી રહી છે તે પહેલા જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે.
પરંતુ ફિલ્મમાં રાજા આદિત્યનો રોલ કરી રહેલા ચિયાન વિક્રમના કપાળ પર તિલક છે, જે ફિલ્મના પોસ્ટરમાં સ્પષ્ટ દેખાય છે. વકીલ સાહેબને શંકા છે કે મેકર્સ ફિલ્મમાં ચોલ વંશ વિશે કંઈક એવું બતાવી શકે છે, જેનો સત્ય સાથે કોઈ સંબંધ નથી. આવી સ્થિતિમાં તેણે માંગ કરી છે કે ફિલ્મની રિલીઝ પહેલા તેની સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવે અને તે નક્કી કરવામાં આવે કે ફિલ્મમાં તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી નથી.
કોર્ટે ફિલ્મના ડાયરેક્ટર મણિરત્નમ અને અભિનેતા વિક્રમને નોટિસ પાઠવી છે. આરોપ છે કે તેમણે ફિલ્મ ચોલા વંશની વાર્તાને ખોટી રીતે દર્શાવી છે. આ ફિલ્મ ચોલ વંશ પર આધારિત છે જેણે ભારત પર 1500 વર્ષ સુધી શાસન કર્યું.
‘પોન્નિયન સેલ્વનઃ 1’ને મણિરત્નમનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. ફિલ્મનો પહેલો ભાગ 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ‘રોઝા’, ‘બોમ્બે’, ‘દિલ સે’ અને ‘ગુરુ’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા મણિરત્નમ છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મની તૈયારી કરી રહ્યા હતા. જો કે, કોર્ટ તરફથી નોટિસ જારી થયા પછી, મણિરત્નમ કે વિક્રમ બંનેમાંથી આ અંગે કોઈ જવાબ મળ્યો નથી.
‘પોન્નિયન સેલ્વનઃ 1’ સમગ્ર ભારતમાં રિલીઝ થશે. તે દેશભરની પાંચ ભાષાઓમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. રિપોર્ટ અનુસાર સેલ્વમ નામના વકીલની અરજી પર કોર્ટ દ્વારા નિર્માતાઓ અને કલાકારોને આ નોટિસ જારી કરવામાં આવી છે. એડવોકેટ સેલ્વમે કોર્ટમાં અરજી કરી છે અને આરોપ લગાવ્યો છે કે ચોલ વંશના આદિત્ય કારીકલને ક્યારેય પોતાના કપાળ પર તિલક નથી લગાવ્યું.
‘પોન્નિયન સેલ્વનઃ 1’માં ચિયાન વિક્રમ અને ઐશ્વર્યા રાય બચ્ચન ઉપરાંત સરત કુમાર, પ્રભુ, શોભિતા ધુલીપાલ, કાર્તિ, તૃષા, પ્રકાશ રાજ જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે. ફિલ્મનું સંગીત એઆર રહેમાને આપ્યું છે.