“કડલિંગ થેરેપી” એટલે કોઈ વ્યક્તિ તમને ગળે લગાવીને તમારા મનને શાંત કરે
“કડલિંગ થેરેપી” ના એક કલાકના £75 (7,100 રૂપિયા) લે છે
તેની પાસે તેના ગ્રાહકો સુરક્ષિત અને શાંતિ મહેસુસ કરે છે
આજકાલ લોકો ડિપ્રેશનના વધુ શિકાર બનતા જાય છે અને તેની પાછળનું કારણ છે એકલતા. લોકો પાસે કોઈ વાત કરવા અથવા ગળે મળીને સહારો આપનાર લોકો નથી અને તેને કારણે અંદરને અંદર ગૂંચવાઈને ધીરે ધીરે ડિપ્રેશન તરફ ધકેલાતા આ યૂથ મ એટ લોકો એ નવો બીઝનેસ શરૂ કર્યો છે. “કડલિંગ થેરેપી” આ નામ ભારતમાં સાંભળવા નહીં મળે પણ વિદેશમાં આ થેરેપીની શરૂઆત થઈ ચૂકી છે અને લોકો તેનો ઘણો ઉપયોગ પણ કરવા લાગ્યા છે. આજે અમે તમે આ થેરેપી અને તેનાથી લોકો કેવી રીતે કમાણી કરી રહ્યા છે એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
“કડલિંગ થેરેપી” એટલે કોઈ વ્યક્તિ તમને ગળે લગાવીને તમારા મનને શાંત કરે તેને “કડલિંગ થેરેપી” કહેવામાં આવે છે. આ થેરેપીમાં કોઈ ગરવર્તણૂક કે ખોટી રીતે ટચ કરવાણી વૃતિ હોતી નથી. જેમાં શરીરના થોડા એવા ભાગમાં હાથ ફેરવવા અને ગળે લગાવવાથી લોકોનું મન શાંત પડી જાય છે અને દરરોજના તણાવમાંથી છુટકારો મળે છે. જેમ કે હથેળીમાં ગલગલી કરવી અથવા ગાલ પર ધીમેથી હાથ ફેરવવાથી અને ગળે મળવાથી મન શાંત થાય છે.
આ “કડલિંગ થેરેપી” કોઈ સામાન્ય વ્યક્તિ પાસે નહીં પણ “કડલિંગ થેરેપી”ના એક્સપર્ટ પાસે જઈને તમે થેરેપી કરાવી શકો છો. “કડલિંગ થેરેપી” ના એક્સપર્ટ પાસે કોઈ વ્યક્તિ જાય એટલે તેની સમસ્યા સાંભળીને તેને ગળે લગાવીને કોઈ તેની સાથે છે તેવો અહેસાસ કરાવે છે. એકલતા ભર્યા જીવનમાં લોકો આ “કડલિંગ થેરેપી” તરફ ઘણા ઢળતા નજર આવી રહ્યા છે.
“કડલિંગ થેરેપી”ના એક્સપર્ટ કહે છે કે તેમની પાસે આવતા લોકો જીવનમાં ઘણા એકલા પડી ગયા હોય છે અને ડિપ્રેશનનો શિકાર બન્યા હોય છે કારણ કે એમની પાસે કોઈ વાતો કરવાવાળી વ્યક્તિ નથી હોતી. એટલે જ્યારે અમે તેમને કોઈ પણ લાલશા વીના ગળે મળીએ છીએ ત્યારે એમનું મન શાંત થાય છે અને તણાવ દૂર થાય છે. વિદેશમાં લોકો આ “કડલિંગ થેરેપી” માટે હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે.
એમાંથી જ એક છે હુટન. જેની પાસે ગ્રાહકોની લાંબી લાઇન છે. હુટન “કડલિંગ થેરેપી” ના એક કલાકના £75 (7,100 રૂપિયા) લે છે. તેની પાસે તેના ગ્રાહકો સુરક્ષિત અને શાંતિ મહેસુસ કરે છે.