પેટ્રોલ કાર કરતા ડીઝલ કાર કરતા CNG કારની વધુ માઈલેજ
CNG કારની માઈલેજની વાતમાં સૌથી વધુ મારુતિ સુઝુકીની કારો
સૌથી વધુ માઇલેજ મારુતિ સુઝુકી સેલેરિયોનું
પેટ્રોલ કાર કરતા ડીઝલ કાર વધુ માઇલેજ આપે છે પરંતુ સીએનજી કાર આ બન્ને પ્રકારની કાર કરતા વધુ માઇલેજ આપે છે. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિને વધુ માઇલેજવાળી કાર જોઈએ છે, તો સીએનજી કાર તેમના માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. પરંતુ, હવે કોઇ પણ વ્યક્તિના મનમાં સવાલ આવી શકે છે કે માર્કેટમાં આટલી બધી સીએનજી કાર છે, તેમાંથી કઇ સારી હશે અથવા કઇ સીએનજી કારમાં સૌથી વધુ માઇલેજ હશે. ત્યારે આજે અમે તમને એવી જ 5 CNG કાર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેમાં સૌથી વધુ માઇલેજ છે. આમાં સૌથી વધુ માઇલેજ મારુતિ સુઝુકી સેલેરિયોનું છે. આ પછી મારુતિ સુઝુકી વેગનઆર સીએનજી, ત્યારબાદ મારુતિ અલ્ટો સીએનજી, ત્યારબાદ મારુતિ સુઝુકી એસ-પ્રેસો સીએનજી અને છેલ્લે હ્યુન્ડાઇ સેન્ટ્રો સીએનજીનો ક્રમ આવે છે.
મારુતિ સુઝુકી સેલેરિયો સીએનજીની કિંમત 6.69 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. આ કારમાં 998 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે, જે 57hp પાવર અને 82.1 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ જ એન્જિન સાથે સીએનજી કિટ આપવામાં આવે છે.
વેગનઆર સીએનજી મારુતિ સુઝુકી સેલેરિયો પછી બીજા ક્રમની સૌથી વધુ માઇલેજ આપતી કાર છે. તેમાં 1.0 લિટર પેટ્રોલ એન્જિન છે અને આ સાથે સીએનજી કિટ પણ આવે છે. મારુતિ વેગનઆર સીએનજીની કિંમત 6.42 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે.
આ લિસ્ટમાં ત્રીજા નંબરે મારુતિ અલ્ટો CNG છે. આ કારમાં 796 સીસી એન્જિન આપવામાં આવ્યું છે, જે 35.3kW અને 69 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ એન્જિન સાથે સીએનજી કિટ આવે છે. અલ્ટો સીએનજીની કિંમત 5.03 લાખ રૂપિયા છે.
આ યાદીમાં ચોથા ક્રમે મારુતિ સુઝુકી એસ-પ્રેસો CNG છે. જો કે, તે અલ્ટો કરતા ખૂબ જ ઓછી માઇલેજ આપે છે. તેની કિંમત 5.38 લાખ રૂપિયા (એક્સ શોરૂમ, દિલ્હી) છે. તેમાં 1.0 લીટરનું પેટ્રોલ એન્જિન મળે છે.
સૌથી વધુ માઇલેજ ધરાવતી ટોપ-5 સીએનજી કારમાં હ્યુન્ડાઇ સેન્ટ્રો સીએનજી પાંચમા ક્રમે છે. તેની કિંમત 6.10 લાખ રૂપિયા (એક્સ શોરૂમ, દિલ્હી) છે. તેમાં 1.1 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 60 પીએસ પાવર અને 85 એનએમ ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.