પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરી દીધું છે
આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા
કોરોનાકાળના 28 મહિનામાં બનીને તૈયાર થયો આ પ્રોજેક્ટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરી દીધું છે. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. તેમણે અહીં કહ્યું હતું કે, કોરોના છતાં પણ 28 મહિનામાં એક્સપ્રેસ વે બનીને તૈયાર થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 296 કિમી લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કરી દીધું છે. આ અત્યાધુનિક એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના બુંદેલખંડથી 7 જિલ્લામાંથી પસાર થશે. તેનાથી સ્થાનિક લોકોને રાજધાની દિલ્હી સુધી પહોંચવામાં સરળતા રહેશે. સાથે જ આ વિસ્તારની અર્થવ્યવસ્થામાં ખૂબ જ સુધારો આવશે. પીએમ મોદીએ ફેબ્રુઆરી 2020માં બુંદેલખંડ એક્સપ્રેવની આધારશિલા રાખી હતી.
પીએમ મોદીએ અહીં જણાવ્યું હતું કે, યુપી નવા સંકલ્પોને લઈને તેજ ગતિથી દોડવા માટે તૈયાર થઈ ચુક્યો છે. આ જ સૌનો સાથ અને સૌનો વિકાસ છે. પાછળ કોઈ રહી જવું ન જોઈએ, સૌએ સાથે મળીને કામ કરે, આ દિશામાં ડબલ એન્જીનની સરકાર સતત કામ કરી રહી છે. યુપીના નાના નાના જિલ્લા હવાઈ સેવા સાથે જોડાય તેના માટે ઝડપથી કામ થઈ રહ્યું છે.
એક્સપ્રેસ વે શરૂ થવાથી ચિત્રકૂટથી દિલ્હી સુધીની 630 કિલોમીટરની સફર છથી સાત કલાકમાં પૂર્ણ થશે. આગરા-લખનૌ એક્સપ્રેસવે અને યમુના એક્સપ્રેસ વે દ્વારા દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સાથે જોડાશે. એક્સપ્રેસ વેના નિર્માણ બાદ બુંદેલખંડના ઔદ્યોગિક અને આર્થિક વિકાસનો માર્ગ પણ ખુલશે. બુંદેલખંડ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરવા આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2020માં શિલાન્યાસ કર્યો હતો. કન્સ્ટ્રક્શન એજન્સી યુપીડાએ કોરોના સમયગાળા છતાં લક્ષ્યાંક કરતાં આઠ મહિના આગળ 28 મહિનામાં એક્સપ્રેસ વે તૈયાર કર્યો છે. તેમાં ચાર રેલવે ઓવર બ્રિજ, 14 મોટા પુલ, 266 નાના પુલ, 18 ફ્લાયઓવર, 13 ટોલ પ્લાઝા અને 7 રેમ્પ પ્લાઝા છે.
તેમાં ચાલતા વાહનોની સુરક્ષા માટે છ નાયબ પોલીસ અધિક્ષક સહિત 128 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 ઈનોવા વાહનો પણ લગાવવામાં આવ્યા છે. તેઓ 24 કલાક અહીંથી પસાર થતા વાહનો પર નજર રાખશે.
ચિત્રકૂટથી ઇટાવા સુધીનો 296 કિલોમીટર લાંબો બુંદેલખંડ એક્સપ્રેસવે સાત જિલ્લાઓનું કાયાકલ્પ થશે . તે ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરૈયા અને ઇટાવા જિલ્લાઓને સીધું જોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જાલૌનના કૈથરી ગામમાં 14850 કરોડના ખર્ચે બનેલા આ એક્સપ્રેસ વેને જનતાને સમર્પિત કરશે.