રોજગારી દર જૂનમાં ઘટ્યા બાદ જુલાઈમાં વધારો શરૂ થયો
7.33 ટકાના દરે ધીમે ધીમે ઘટી રહ્યો છે.
રોજગારી મે 2022માં 404 મિલિયનથી 13 મિલિયન ઘટીને જૂન 2022 માં 390 મિલિયન થઈ
દેશમાં રોજગારીનો દર જૂન-22માં ઘટ્યા બાદ જૂલાઈમાં વધ્યો હોવાનું સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)એ અંદાજ મૂક્યો છે. 12 જુલાઈથી છેલ્લા ત્રણ દિવસોમાં બેરોજગારીનો દર 14 જુલાઈએ 7.29 ટકા, 13 જુલાઈએ 7.46 ટકા અને 12 જુલાઈએ 7.33 ટકાના દરે ધીમે ધીમે ઘટી રહ્યો છે.
જૂનમાં અખિલ ભારતીય બેરોજગારી દર 7.80 ટકા પૈકી શહેરી વિસ્તારમાં 7.30 ટકા અને ગ્રામીણમાં 8.03 ટકા હતો. આ અંગે પ્રતિક્રિયા આપતા અર્થશાસ્ત્રી અભિરૂપ સરકારે જણાવ્યું હતું કે એજન્સી દ્વારા એકત્રિત સેમ્પલમાં ખામી અથવા મોસમી ફેરફારોના કારણે દરમાં વધ-ઘટ થઈ શકે છે. જૂનમાં બેરોજગારીનો દર 7.80 ટકા, શહેરી વિસ્તારોમાં 7.30 ટકા અને ગ્રામીણમાં 8.03 ટકા હતો. અગાઉના મહિનામાં ભારતીય બેરોજગારીનું સ્તર 7.12 ટકા હતું. CMIEએ કહ્યું કે ભારતના જૂન 2022ના શ્રમ આંકડા અત્યંત નિરાશાજનક હતા.
રોજગારી મે 2022માં 404 મિલિયનથી 13 મિલિયન ઘટીને જૂન 2022 માં 390 મિલિયન થઈ છે. જૂનમાં શ્રમ બજારો સંકોચાઈ ગયા હતા, જેમાં શ્રમ દળમાં 30 લાખનો ઉમેરો થયો હતો. છેલ્લા મહિનામાં, શ્રમ દળ 10 મિલિયન ઘટ્યું છે. શ્રમ સહભાગિતા દર (LPR) 38.8 ટકાના સૌથી નીચા સ્તરે સંકોચાઈ ગયો હતો, જે અગાઉના બે મહિનામાં 40 ટકા હતો.
એજન્સીના જણાવ્યા અનુસાર, LPRમાં ઘટાડો ગ્રામીણ વિસ્તારોમાં વધુ સ્પષ્ટ હતો. ગ્રામીણ રોજગારમાં રિકવરીની સાથે ખેતમજૂરોની સંખ્યા આગામી અઠવાડિયામાં ચોમાસું શરૂ થવાની ધારણામાં વધવાની સંભાવના છે. જૂન 2022માં પણ પગારદાર વર્ગમાં લગભગ 2.5 મિલિયન નોકરીઓમાં ઘટાડો થયો.