અમેરિકાએ પણ આપી મંજૂરી
થોડા સમય પહેલા અમેરિકાએ કર્યો હતો વિરોધ
ચીન જેવા દેશો ફફડી ઉઠશે
ભારતીય-અમેરિકન ધારાશાસ્ત્રી રો ખન્ના દ્વારા રજૂ કરાયેલ સંશોધિત બિલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડના વહીવટી તંત્રએ ભારતને ચીન જેવા આક્રમક વલણ દર્શાવતા રાષ્ટ્રને રોકવામાં મદદ કરતા ‘કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ’ (CAATSA) માં છૂટછાટ આપવાના અધિકારનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે.
નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ (NDAA) પર ગૃહમાં ચર્ચા દરમિયાન ગુરુવારે સંશોધિત બિલને ધ્વની મત દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. ખન્નાએ કહ્યું, “ચીનના વધતા જતા આક્રમક વલણને જોતા અમેરિકાએ ભારતની પડખે ઊભા રહેવું જોઈએ.” ઈન્ડિયા કોકસના ઉપાધ્યક્ષ તરીકે, હું આપણા દેશો વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવા અને ભારત-ચીન સરહદે ભારત પોતાનો બચાવ કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યો છું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સંશોધન ખૂબ જ મહત્વનું છે અને મને જોતા ગર્વ થાય છે કે, બંન્ને પક્ષો દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું છે. ગૃહમાં પોતાના નિવેદનમાં ખન્નાએ કહ્યું હતું કે, અમેરિકા-ભારત ભાગીદારીથી વધુ મહત્વપૂર્ણ અમેરિકાના વ્યૂહાત્મક હિતમાં અન્ય કોઈ ચીજ જરૂરી નથી.
નવી દિલ્હી દ્વારા રશિયાની સાથે S-400 મિસાઈલ કરાર થયા બાદ CAATSA પ્રતિબંધ ભારત અને અમેરિકા વચ્ચે ચર્ચાનો મુદ્દો બન્યો હતો. વોશિંગ્ટન તે બાબત પર વિચાર કરી રહ્યું હતું કે આ સમજૂતીના પગલે ભારત પર પ્રતિબંધ લગાવવામાં આવે કે નહીં.
બિલમાં કહેવામાં આવ્યું છે કે યુનાઈટેડ સ્ટેટસ-ઈન્ડિયા ઈનિશિએટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઈમર્જિગ ટેકનોલોજી(આઈસીઈટી) બંને દેશોમાં સરકારો, શૈક્ષણિક અને ઉદ્યોગો વચ્ચે પાર્ટનરશિપ વિકસીત કરવા માટે એક સ્વાગત યોગ્ય અને જરૂરી પગલુ છે, જેથી કૃત્રિમ બુધ્ધિમત્તા,ક્વોન્ટમ કમ્પ્યુટિંગ,જીનેટિક ટેકનોલોજી,એરોસ્પેસ અને સેમીકંન્ડકટરના ઉત્પાદનમાં અદ્યતન ટેકનોલોજીને અપનાવી શકાય.
તેમાં તે પણ કહેવામાં આવ્યું છે કે એન્જિનિયરિંગ અને કમ્યુટર વૈજ્ઞાનિકો વચ્ચે આવી ભાગીદારી એ નક્કી કરવામાં મહત્વની છે કે અમેરિકા અને ભારતની સાથે જ દુનિયાભરમાં અન્ય લોકશાહી દેશો નવી અને અદ્યતન ટેકનોલોજીને પ્રોત્સાહન આપી શકે, જેથી તે રશિયા અને ચીનની ટેકનોલોજીને પછાડી શકે.
એક વારમાં 100 ટાર્ગેટ ઓળખવાની ક્ષમતા
S-400 વિશ્વની સૌથી વિકસિત એર ડિફેંસ સિસ્ટમમાંની એક સિસ્ટમ છે. આ ડિફેંસ સિસ્ટમ 1 હજાર કિલોમીટર સુધી એરક્રાફ્ટ, બોમ્બસ અને મિસાઈલ ટ્રેક કરી શકે છે. ટ્રેકિગની સાથે 400 કિલોમીટરની રેન્જ પર આ મિસાઈલ ટાર્ગેટ કરી શકે છે. આપને જણાવી દઈએ કે એક વખતમાં આ મિસાઈલ 100 ટાર્ગેટ ઓળખી શકે છે.
30 કિમીની ઉચાઈએ 400 કિમી સુધી ટાર્ગેટ કરશે
સુપરસોનિક અને હાઈપરસોનિક મિસાઈલોની સરખામણીએ આ મિસાઈલ 30 કિમીની ઉચાઈએ તેમજ 400 કિમી સુધી ટાર્ગેટ કરી શકે છે. આ મિસાઈલ 400 કિમીની રેન્જમાં એક સાથે 36 ટાર્ગેટને નિશાન બનાવી શકે છે. મિસાઈલમાં 12 લોન્ચર હોય છે. જેમા દરેક લોન્ચરની ક્ષમતા અલગ અલગ છે. જેનાથી ત્રણ પ્રકારની મિસાઈલને એક સાથે ટાર્ગેટ કરી શકાય છે.