આ પ્લેટફોર્મ પર હવે બીજા રાજ્યોમાં પણ પાક વેચી શકશો
કેન્દ્ર સરકારે ખેડૂતોને એક મોટી ભેટ આપી
સરકારની આ યોજનથી લાખો ખેડૂતોને થશે ફાયદો
કેન્દ્ર સરકારે ખેડૂતોને એક મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે એક રાષ્ટ્રીય કૃષિ બજાર (ઈ-નામ) અંતર્ગત પ્લેટફોર્મ ઓફ પ્લેટફોર્મ(POP)ની શરૂઆત કરી છે. સરકારના આ નિર્ણયથી સાડા ત્રણ લાખ ખેડૂતોને ફાયદો થશે. ખેડૂતો હવે સરળતાથી પોતાના પાક બીજા રાજ્યોમાં પણ વેચી શકશે. તેના માટે કૃષિ મંત્રાલય 1018 કૃષક ઉપ્તાદન સંગઠનને 37 કરોડ રૂપિયાથી વધારેની ઈક્વિટી ફંડ જાહેર કરશે.
આપને જણાવી દઈએ કે, પીઓપી પ્લેટફોર્મ આવ્યા બાદ ડિજિટલી બજારો, ખરીદદારો, સર્વિસ પ્રોવાઈડર્સ સુધી ખેડૂતોની પહોંચ વધશે. એક જપ્લેટફોર્મ પર હવે બધું જ થવાના કારણે ખેડૂતોના પાકનું યોગ્ય વળતર પણ મળશે.આ ઉપરાંત વેપારમાં પારદર્શિતા આવશે. આ પ્લેટફોર્મ પર ટ્રેંડિંગ, ક્વાલિટી ચેક, વેયરહાઉસિંગ, ફિનટેક, માર્કેટ ઈન્ફોર્મેશન, ટ્રાંસપોર્ટેશન જેવી સુવિધાઓ અલગ અલગ પ્લેટફોર્મના 41 સર્વિસ પ્રોવાઈડર્સને સામેલ કરી છે.
પીઓપીનો ઉપયોગ કરીને ખેડૂતોને સૌથી પહેલા e-NAM એપને ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાનું રહેશે. અહીં આપને કમ્પોઝિટ સર્વિસ પ્રોવાઈડર્સ, લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઈડર્સ ક્વાલિટી એશ્યોરંસ સર્વિસ પ્રોવાઈડર, સફાઈ, ગ્રેડિંગ, પેકેજિંગ સર્વિસ પ્રોવાઈડર, વેરહાઉસિંગ સુવિધા પ્રોવાઈડર, એગ્રીકલ્ચર ઈનપુટ સર્વિસ પ્રોવાઈડર, ટેકનોલોજી એનેબલ્ડ, ફાઈનાન્સ અને ઈંશ્યોરંસ સર્વિસ પ્રોવાઈડર, સૂચના પ્રસાર પોર્ટલ સેવાઓ, અન્ય પ્લેટફોર્મ જેવા કેટલાય પ્લેટફોર્મની સુવિધાઓ મળશે.