સૌરાષ્ટ્રમાં 47.23 % વરસાદ નોંધાયો છે
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું
તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
ગુજરાતમાં (Gujarat rain) અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આગામી પાંચ દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી (Gujarat rain forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં (Gujarat Monsoon) સરેરાશ 46.70 % વરસાદ નોંધાયો છે તો કચ્છમાં 97.54 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 26.25 ટકા વરસાદ નોંધાયો પૂર્વ મધ્ય ગુજરાતમાં 37.92 % વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 47.23 % વરસાદ નોંધાયો છે અને દક્ષિણ ગુજરાતમાં 57.36 ટકા વરસાદ નોંધાયો. જેના કારણે ગુજરાતની નદીઓ બે કંઠે વહી રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ થશે. તો નવસારી, વલસાડ, ડાંગમાં અત્યંત વરસાદ થશે. સુરત અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, રાજકોટ, ભરૂચ, નમર્દામાં ભારે વરસાદ રહેશે તો અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તિએ જણાવ્યું છે કે, આજે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. સાથે અન્ય વિસ્તારોમાં પણ વરસાદની સ્થિતિ યથાવત હેશે. આજે 5 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 5 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. 12 જિલ્લામાં ભારે વરસાદ રહેશે. ડાંગ, નવસારી, ગીર સોમનાથ, અમરેલીમાં અત્યંત ભારે વરસાદ થશે.
જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી અત્યંત ભારે વરસાદ થશે વલસાડમાં અતિભારે વરસાદ થશે. કચ્છ, પોરબંદર, રાજકોટ, ભરૂચ, સુરત, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે.
અવિરત વરસાદ થઈ રહ્યો છે. ત્યારે હવે લોકો રાહ જોઈ રહ્યા છે. મેઘરાજા ખમૈયા કરે તો સારું. ત્યારે હવામાન વિભાગે પણ રાહતના સમાચાર આપ્યા છે કે, 16 જુલાઈથી વરસાદનું જોર ઘટી જશે. મેઘ કહેર પ્રભાવિત જિલ્લાના લોકોને રાહત મળશે.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અન્ય જિલ્લામાં વરસાદનું જોર ઘટી જશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યુ છે કે, 15 જુલાઈ સુધી ભારે વરસાદ રહેશે.16 જુલાઈથી વરસાદ ઘટી જશે. 22 જુલાઈ આસપાસ ફરી વરસાદ શરૂ થવાની સંભાવના છે.