યુજીસીનો તમામ યુનિવર્સિટીઓને આદેશ
12માના પરિણામો જાહેર થયા બાદ અંડરગ્રેજ્યુએટ એડમિશન પ્રોસેસ શરુ કરો
12માના બોર્ડના પરિણામો જાહેર થયા પહેલા યુનિવર્સિટીઓએ એડમિશન પ્રોસેસ શરુ કરી
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ યુનિવર્સિટીઓને સીબીએસઇ ધોરણ 12ના પરિણામો જાહેર થયા બાદ અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની તારીખ નક્કી કરવાનો આદેશ આપ્યો છે. યુજીસીના ચેરમેન જગદેશ કુમારે કહ્યું કે યુજીસીએ તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને સીબીએસઇ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કર્યા પછી તેમની અંડરગ્રેજ્યુએટ પ્રવેશ પ્રક્રિયાની છેલ્લી તારીખ નક્કી કરવા વિનંતી કરી છે, જેથી આવા વિદ્યાર્થીઓને અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પૂરતો સમય મળી શકે.
જગદેશ કુમારે એવું કહ્યું કે એવું ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક યુનિવર્સિટીઓએ સત્ર 2022-23 માટે અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં નોંધણી શરૂ કરી દીધી છે. યુજીસીએ વાઇસ ચાન્સેલરોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આ સ્થિતિમાં, જો સીબીએસઇના પરિણામો જાહેર થાય તે પહેલાં યુનિવર્સિટીઓ દ્વારા છેલ્લી તારીખ નક્કી કરવામાં આવે તો સીબીએસઇના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જશે. તેમણે કહ્યું કે તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સીબીએસઈના પરિણામો જાહેર થયા પછી અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશની છેલ્લી તારીખ નક્કી કરે, જેથી આવા ઉમેદવારોને પૂરતો સમય મળી શકે.
UGC requests all the higher educational institutions to fix the last date of their under graduate admission process after declaration of result of class Xll by CBSE so as to provide sufficient time to such students for admission in under graduate courses. pic.twitter.com/HZFfPpEquu
— Mamidala Jagadesh Kumar (@mamidala90) July 13, 2022
સીબીએસઈ બોર્ડની પરીક્ષાનું પરિણામ મહિનાના અંત સુધીમાં જાહેર કરે તેવી શક્યતા છે. કોવિડ -19 રોગચાળાને કારણે આ વર્ષે બોર્ડની પરીક્ષાનું સમયપત્રક વિલંબિત થયું હતું.
જગદેશ કુમારે કહ્યું કે સીબીએસઇએ હજુ સુધી ધોરણ-12નું પરિણામ જાહેર કરવાનું બાકી છે તેમ છતાં પણ કેટલીક યુનિવર્સિટીઓએ તેમની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે જો બોર્ડ પરિણામની જાહેરાત પહેલા યુનિવર્સિટીઓ દ્વારા છેલ્લી તારીખ નક્કી કરવામાં આવે તો સીબીએસઇના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જશે. ગયા અઠવાડિયે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા કમિશનનો સંપર્ક સાધવામાં આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં યુનિવર્સિટીઓને તેમના પરિણામો અનુસાર તેમના પ્રવેશનો કાર્યક્રમ નક્કી કરવા માટે કહેવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.