પૂજા ઘર યોગ્ય દિશામાં હોવુ અત્યંત જરૂરી છે
સકારાત્મક કાર્યોને કરવા માટે ઘરમાં દિશાનુ યોગ્ય હોવુ ખૂબ જરૂરી
મંદિરમાં લાલ રંગનુ વસ્ત્ર ના પાથરશો
ઘર અથવા ઑફિસમાં આમ તો બધી વસ્તુ વાસ્તુ મુજબ હોય તો સારું રહે છે. પરંતુ તેમાં મંદિર પર વિશેષ રીતે ધ્યાન આપવાની જરૂર હોય છે. વાસ્તુ મુજબ ઘરની દરેક દિશાની પોતાની એક વિશેષતા હોય છે, જેનો પ્રભાવ માણસના જીવન પર પડે છે. એવામાં પૂજા ઘરનુ પણ યોગ્ય દિશામાં હોવુ અત્યંત જરૂરી છે, કારણકે પૂજા ઘર એવી જગ્યા છે જ્યાં બેસીને આપણે ભગવાનનુ ધ્યાન ધરીએ છીએ. શુભ કાર્ય કરીએ છીએ. પૂજા કરીએ છીએ. આ સકારાત્મક કાર્યોને કરવા માટે ઘરમાં દિશાનુ યોગ્ય હોવુ ખૂબ જરૂરી છે. આવો જાણીએ પૂજા ઘરમાં શું કરવુ જોઈએ અને શું નહીં અને તેની સાચી દિશા.
ઘરમાં મંદિર બનાવતી સમયે આ બાબતોનુ રાખો ખાસ ખ્યાલ
- વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરનુ મંદિર હંમેશા ઉત્તર પૂર્વ તરફ હોવુ જોઈએ. મંદિર માટે આ દિશાને સૌથી ઉત્તમ દિશા માનવામાં આવી છે. આ સાથે આ વાતનુ પણ ધ્યાન રાખો કે પૂજા ઘર ક્યારેય પણ દક્ષિણમાં ના હોવુ જોઈએ. જેનાથી તમારા કાર્યોમાં અડચણો ઉભી થાય છે.
- વાસ્તુ જાણકારોનુ કહેવુ છે કે મંદિરમાં લાલ રંગનુ વસ્ત્ર ના પાથરશો. આ સાથે મોંઢૂ પૂર્વ દિશા બાજુ રાખીને બેસો.
- આ સાથે વાસ્તુ મુજબ ઘરમાં ખંડિત મૂર્તિઓ ના રાખશો. આ મૂર્તિઓને સમય સાથે પધરાવી દેવી જોઈએ નહીં તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.
- મંદિરમાં ભૂલથી પણ બગડેલા ફૂલ ના રાખશો. આ સાથે મંદિરમાં પૂર્વજોની તસ્વીરો પણ રાખવાની ના પાડવામાં આવી છે. મંદિરના વાસણને અલગથી ધોઈ નાખો.
- મંદિરની સાથે-સાથે માણસનુ મુખ કઈ દિશામાં હોવુ જોઈએ એ પણ જરૂરી છે. મંદિરમાં લાલ રંગના બલ્બનો પ્રયોગ ભૂલથી પણ ના કરશો. આમ કરવાથી માણસ માનસિક રીતે પરેશાન રહે છે. સફેદ રંગનો ગોળો લગાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.