કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતની મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત
હરમનપ્રિત કરશે કેપ્ટન્સી
વડોદરાની યાસ્તિકા ભાટીયાનો ટીમમાં સમાવેશ
બર્મિંઘમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે બીસીસીઆઈએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે. 29 જુલાઈથી ટીમ ઈન્ડીયા પહેલી મેચ રમશે. કોમનવેલ્થ ગેમ્સ માટે જાહેર થયેલી ટીમ ઈન્ડીયામાં વડોદરાની યાસ્તિકા ભાટિયાને પણ સ્થાન મળ્યું છે.
🚨 NEWS 🚨: #TeamIndia (Senior Women) squad for Birmingham 2022 Commonwealth Games announced. #B2022 | @birminghamcg22 pic.twitter.com/lprQenpFJv
— BCCI Women (@BCCIWomen) July 11, 2022
કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન રમાશે. ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે જ્યારે સ્મૃતિ મંધાના ઉપ-કપ્તાનની જવાબદારી સંભાળશે. ભારતને આ મેચમાં ઓસ્ટ્રેલિયા, બાર્બાડોસ અને પાકિસ્તાનની સાથે ગ્રુપ-એમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ ગ્રુપ બીમાં ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પોતાની પ્રથમ મેચ 29 જુલાઈએ ઓસ્ટ્રેલિયા સામે, બીજી મેચ 31 જુલાઈએ પાકિસ્તાન સામે અને ત્રીજી મેચ 3 ઓગસ્ટે બાર્બાડોસ સામે રમવાની છે. ભારતની ત્રણ મેચો એજબેસ્ટોન અને બર્મિંગહામમાં રમાશે. પહેલી અને બીજી સેમીફાઈનલ 6 ઓગસ્ટે રમાશે. સાથે જ બ્રોન્ઝ મેડલ મેચ 7 ઓગસ્ટે યોજાશે. ફાઇનલ મેચ પણ 7 ઓગસ્ટે ડે-નાઇટ રમાશે.
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શફાલી વર્મા, એસ મેઘના, તાનિયા સપના ભાટિયા (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા, રાજેશ્વરી ગાયકવાડ, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા ઠાકુર, જેમિમાહ રોડ્રિગ્સ, રાધા યાદવ, હરલીન દેઓલ, સ્નેહ રાણા.
વર્ષ 2021માં યાસ્તિકા ભાટિયાને દક્ષિણ આફ્રિકા સામેની તેમની મર્યાદિત ઓવરોની મેચો માટે ભારતની મહિલા ક્રિકેટ ટીમમાં પ્રથમ વખત બોલાવવામાં આવ્યા હતા ભાટિયાએ કહ્યું કે રાષ્ટ્રીય ટીમમાં તેની પસંદગી અતિવાસ્તવ હતી, અને તક માટે તેના કોચ અને ક્લબનો આભાર માન્યો હતો. યસ્તિકા ભાટિયાનો જન્મ 1 નવેમ્બર 2000માં વડોદરામાં થયો હતો. તે વિકેટ કીપરની ભૂમિકા ભજવે છે તેમજ લેફ્ટ આર્મ બોલિંગ અને બેટિંગ પણ કરી શકે છે.