અષાઢી પૂનમના દિવસે લક્ષ્મી-નારાયણ યોગ
માનવામાં આવી રહ્યો છે ખૂબ જ લાભકારી
જાણો કઈ રાશીને થશે ફાયદો
દરરોજ થતી ગ્રહો અને નક્ષત્રોની ચાલ કેટલીક રાશિઓ માટે શુભ અને કેટલીક માટે અશુભ હોય છે. 13મી જુલાઈએ અષાઢ મહિનાની પૂનમ છે. હિંદુ ધર્મમાં અષાઢી પૂનમનું વિશેષ મહત્વ છે. ત્યાં જ આ દિવસે શુક્ર સવારે 10:41 મિનિટે મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને 7 ઓગસ્ટ સુધી આ રાશિમાં રહેશે.
આ સાથે જ 2 જુલાઈએ બુધ ગ્રહ પણ મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. 13 જુલાઈએ શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ બુધ અને શુક્રનો સંયોગ લક્ષ્મી-નારાયણ યોગ રચશે. આવી સ્થિતિમાં 13 થી 16 જુલાઇ સુધીનો સમય આ રાશિના જાતકો માટે ખાસ લાભદાયક રહેશે.
સિંહ
13 જુલાઈના રોજ થઈ રહેલા શુક્ર ગોચરની શુભ અસર સિંહ રાશિના લોકો પર જોવા મળશે. આ ગોચરથી ધન પ્રાપ્તીની સંભાવના છે. તમે આ સમય દરમિયાન બચત કરી શકશો. શુક્રના ગોચરને કારણે સિંહ રાશિના લોકો વિદેશ યાત્રા કરી શકે છે. કાર્યક્ષેત્રમાં લાભ થવાની સંભાવના છે. નોકરીવાળા લોકોને નોકરીની નવી તકો મળી શકે છે.
તુલા
મિથુન રાશિમાં બુધની હાજરી અને 13 જુલાઈએ શુક્રના પ્રવેશને કારણે બુધ-શુક્રનો સંયોગ રચાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ યોગ તુલા રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થવાનો છે. આ દરમિયાન તેને દરેક કામમાં સફળતા મળશે.
લક્ષ્મી નારાયણનો આ યોગ તુલા રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થવાનો છે. કરિયરમાં નવી તકો મળવાની સંભાવના છે. પરિવાર અને બાળકો સાથે આનંદદાયક પળો વિતાવવાનો સમય મળશે. આ યોગ તમને ધનવાન બનાવી શકે છે.
કુંભ
અષાઢી પૂર્ણિમાના દિવસે લક્ષ્મી નારાયણ યોગની શુભ અસર કુંભ રાશિના લોકો પર પણ જોવા મળશે. આ દરમિયાન તેમને આર્થિક લાભ થવાની સંભાવના છે. વેપારી લોકોને શુભ પરિણામ મળશે. સારો ફાયદો થશે. જો તમે ક્યાંક પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય અનુકૂળ છે. સાથે જ આ સમય વ્યવસાય શરૂ કરવા માટે પણ અનુકૂળ છે.
વૃશ્ચિક
આ રાશિના લોકો માટે બુધ અને શુક્રનો સંયોગ શુભ રહેશે. ખાસ કરીને બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખાસ છે. આ દરમિયાન આ રાશિના લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. નવી નોકરી મળવાની સંભાવના છે. લક્ષ્મી નારાયણ યોગ સાથે દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે. અને અચાનક તમને પૈસા મળશે.