25 રાજ્યોમાં મેઘરાજાની મહેર ચાલુ છે
દક્ષિણ અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારો જળબંબાકાર બન્યાં છે
મેઘરાજાએ હજુ સુધી યુપી અને બિહારમાં પધરામણી કરી નથી
25 રાજ્યોમાં ધનાધન વરસાદ વરસાવી રહેલા મેઘરાજાએ બે રાજ્યો સાથે અન્યાય કર્યો હોય તેવું લાગી રહ્યું છે. 25 રાજ્યોમાં વરસાદ વરસાવી રહેલા મેઘરાજાએ હજુ સુધી યુપી અને બિહારમાં પધરામણી કરી નથી એટલે કે બે રાજ્યોમાં વરસાદનું એક ટીંપુ પણ વરસ્યું નથી.
છેલ્લા બે દિવસથી રાજસ્થાન અને ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજસ્થાનમાં ચોમાસાની શરૂઆત સાથે જ છેલ્લા 24 કલાકમાં કેટલાક સ્થળોએ મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 13 સેન્ટીમીટર વરસાદ બુંદીના નૈનવાનમાં નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારથી સોમવાર સવારની વચ્ચે ધોલપુરમાં 12 સેમી, જ્યારે સીકરના લક્ષ્મણગઢમાં 10 સેમી પાણી આવ્યું હતું.
ભારે વરસાદને કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારો જળબંબાકાર બન્યાં છે. ભારે વરસાદને કારણે ઘણા નદીઓના પાણીમાં વધારો થયો છે અને તેને કારણે આવેલા પૂરમાં ઘણા વિસ્તારો ડૂબી ગયા હતા, 1500થી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે
બિહારમાં હજુ બે દિવસ ગરમી સ્થિર રહેશે, જ્યારે એક તરફ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે વિસ્તારો જળબંબાકાર છે, જ્યારે બિહારના પટના, ગયા, નાલંદા, શેખપુરા સહિત આઠ જિલ્લામાં હવામાન સૂકું રહ્યું છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં તીવ્ર તડકો અને ગરમ પવન ફૂંકાશે. સાંજે ગરમી રહેશે. 30 જિલ્લામાં કેટલીક જગ્યાએ હળવા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ટ્રફ લાઇન દક્ષિણ ઓડિશા, ઉત્તર આંધ્રપ્રદેશ અને બંગાળની ખાડી તરફ બીકાનેર, શિવપુરી, સતના, ઝાંસી થઈને આગળ વધી રહી છે. તેની અસર હેઠળ ઉત્તર બિહારની સાથે સાથે દક્ષિણ પશ્ચિમ અને પૂર્વ બિહારમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. 13 જુલાઈથી બિહારના દક્ષિણ ભાગમાં મોટા ભાગના સ્થળોએ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે મધ્યમ વરસાદ થશે.
બિહારની જેમ યુપી પણ વરસાદની પ્રતિક્ષા કરી રહ્યું છે. જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું હોવા છતાં બે-ચાર દિવસના વરસાદ બાદ વાદળો ઘેરાયા હતા. લખનઉ સહિત સમગ્ર યુપીના લોકો ભેજવાળા અને આકરા તડકાથી પરેશાન છે. સોમવારે લખનઉમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. એક-બે દિવસમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે.