ગુજરાત BJP એક્શનમાં આવી
સુરતમાં કારોબારી બેઠક શરૂ
ઘડાઈ રહ્યો છે અભેદ ચૂંટણી ચક્રવ્યૂહ
સુરતમાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રી અને ધારાસભ્યો સહિત 1 હજારથી વધુ આગેવાન હાજર છે. આર્થિક યોજનાઓ અંગે પ્રસ્તાવ રજૂ કરાશે. સુરત ખાતે યોજાનારી ભાજપ પ્રદેશની કારોબારી બેઠક્માં આમંત્રિત મહેમાનો પૈકી 700થી વધુ સભ્યોનું રજસ્ટ્રેશન થઇ ગયું છે. 9મી જુલાઇના રોજ સરસાણા કન્વેન્શન સેન્ટરમાં યોજાનારી પ્રદેશ કારોબારી બેઠકને વિશિષ્ટ બનાવાશે. બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સાસદો, ધારાસભ્યો, શહેર અને જિલ્લાના પ્રમુખ અને મેયર સહીતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.
પેજ સમિતિ
– ભાજપની પેજ સમિતિ અને પેજ પ્રમુખો માત્ર રાજકીય વ્યવસ્થા કે ચૂંટલીલક્ષી કાર્યો માટે જ નહીં પરંતુ સામાજિક વ્યવસ્થામાં ઉપયોગી કાર્યો કરી સમાજ જીવન સાથે ઊભા છે.
– ગુજરાતભરમાં પેજ સમિતિ કાર્યક્રમ અંતર્ગત 67 લાખપેજ સમિતિનાં ફોર્મ ભરાઈને આવ્યાં
One Day One District
– દેશમાં પ્રથમ પ્રયોગ
– રાષ્ટીય કાર્યકારણીમાં ગુજરાતના પ્રયાસની પ્રધાનમંત્રી દ્વારા સરહાના
– રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ કરવા માટે રાષ્ટ્રીય કારોબારીમાં આહવાન
– અત્યાર સુધીમાં સાત જીલ્લામાં પૂર્ણ
– કાર્યકર્તા ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને વિવિધ સમાજનાં અગ્રણીઓ સાથે ચોવીસ કલાક માં અલગ અલગ બેઠકો અને સંવાદ
સદસ્યતા અભિયાનમાં ગુજરાત
– તારીખ ૧૬ જુન થી લોન્ચિંગ
– પહેલી વખત સદસ્યતા અભયાન માટે નું થીમ સોંગ લોન્ચ
– સૌથી વધુ સભ્યો બન્યા તેવા જીલ્લા મહાનગર
– 1)કર્ણવતી મહાનગર, 2) સુરત જીલ્લો, 3)ભરૂચ જીલ્લો, 4)સુરત મહાનગર, 5)ખેડા જીલ્લો
– પ્રદેશ અધ્યક્ષનો ઝંઝાવતી પ્રવાસ
– બે વર્ષ નાં કાર્યકાળમાં એક લાખ બત્રીસ હજાર કિલોમીટરનો સંગઠનાત્મક પ્રવાસ
– ૮૪૧ કાર્યક્રમ
– પૃથ્વી ની પ્રદક્ષિણા કરતાં ૪૦ હજાર કિમી થાય, ત્રણ પ્રદક્ષિણા જેટલો પ્રવાસ કર્યો, ચંદ્ર ઉપર જવા કરતાં ત્રીજા ભાગ નું અંતર કાપ્યું .
– ૩૩ જિલ્લા ૮ મહાનગર એમ કૂલ ૪૧ ક્ષેત્ર નો પ્રવાસ
સંગઠનાત્મક-સક્રિયતા
– ૧૮૨ વિધાનસભા સીટો ઉપર પ્રભારીની નિમણુક
– ૧૮૨ વિધાનસભામાં પ્રદેશ આગેવાનો દ્વારા ત્રણ દિવસનો રાજકીય અભ્યાસમાટે પ્રવાસ
– અલ્પકાલીન વિસ્તારકો દ્વારા આઠ હજાર પાંચસો શક્તિકેન્દ્રોમાં બુથનાં કાર્યકર્તા/પદાધીકારી નો સંપર્ક
– ૧૧૧ વિધાનસભામાં છ માસ માટે પૂર્ણકાલીન વિસ્તારક કાર્યરત
– ૩૫ વર્ષ કરતાં નીચેની ઉંમર નાં યુવાનો વિસ્તારક તરીકે ઉત્સાહ ભેર કામ કરી રહ્યાં છે.
– સાંસદોઑ અને ધારાસભ્યોઑને પોતાની ગ્રાન્ટ ત્વરિત પ્રજાના વિકાસ કાર્યોમાં ફાળવણી કરવી
ભાજપા ગુજરાત પ્રદેશના સંગઠન તેમજ ચૂંટણી પ્રક્રિયા ને લગતા તમામ ડેટાબેઝ ની માહિતી એકજ સ્ક્રીન અને એકજ કલીક ઉપર અધ્યક્ષ દ્વારા જોઈ શકાય તેવી એપ્લિકેશન
– પોલિટિકલ સંગઠન માં આખાએ ભારત માં સર્વ પ્રથમ વાર પ્રયોગ
– સંગઠન ના તમાંમ કાર્યકરો નો અને ગુજરાત ના તમામ મતદારો નો ડેટાબેઝ ફીડ કરવા માં આવ્યો
– બુથ કક્ષા એ કાર્યકરો દ્વારા એપ્લિકેશન દવારા આખા ગુજરાત ના બાવન હજાર જેટલા બુથ ઉપર પચાસ લાખ થી વધુ પરિવારો નો સીધો સંપર્ક કરી માહિતી( ડેટાબેઝ ) એપ્લિકેશન ઉપર જ એકત્ર કરવાનું નું શરૂ થયું – મતદાર ને ઓળખી ને તેણે લીધેલા સરકારી લાભાલાભ સહિત ની માહિતી ફીડ કરવામાં આવી
– જેઆ સ્થાનિક નેતાઓ માટે નાગરિકો ના અભિપ્રાય એકત્ર કરવાનું શરૂ કરવા માં આવ્યું
– પ્રદેશ અધ્યક્ષ તમામ માહિતી અને એનલિસીસ સર્વે પર સીધી નજર રાખી શકે