મેઈલબોક્સમાં આવતી લિંક પર ક્લિક કરતાં પહેલાં બે વાર વિચારજો
લિંક્સનો ઉપયોગ માહિતી ચોરી કરવામાં આવે છે
કોઈપણ લિંક્સ પર ક્લિક કરતાં સમયે સાવચેતી વર્તવી જોઈએ
ઈન્ટરનેટ યુઝર્સે કોઈપણ લિંક્સ પર ક્લિક કરતાં સમયે સાવચેતી વર્તવી જોઈએ. બારાકુડાના નવા સંશોધન મુજબ મેઈલમાં જોડાણો સાથે આવતી 21% લિંક્સ વાયરસયુક્ત હોય છે. આ વાયરસયુક્ત લિંક્સનો ઉપયોગ યુઝર્સની ઓળખ અને વ્યક્તિગત માહિતી ચોરી કરવા માટે થાય છે.
આ સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે, કે અન્ય પ્રકારના જોડાણોની તુલનામાં HTMLથી બનાવેલી લિંક્સનો ઉપયોગ માહિતી ચોરી કરવા માટે વધુ પડતી થાય છે. આંકડાઓ દર્શાવે છે કે 21% HTML લિંક્સનો ઉપયોગ લોકોની વ્યક્તિગત માહિતી ચોરવા માટે કરવામાં આવતો હતો.
બેરાકુડા નેટવર્ક્સ ઇન્ડિયાના કન્ટ્રી મેનેજર પરાગ ખુરાનાના જણાવ્યા મુજબ આ હુમલાઓને શોધવા મુશ્કેલ છે, કારણ કે HTML લિંક્સ પોતે વાયરસયુક્ત નથી હોતી. હુમલાખોરો આ એટેચમેન્ટમાં માલવેર અટેચ કરતાં નથી, પરંતુ તેના બદલે Javascript લાઇબ્રેરીનો ઉપયોગ કરીને યુઝરને ઓરિજિનલ લિેકની જગ્યાએ બીજી લિંક પર ડાયવર્ટ કરી દે છે અને તે લિંક તમારાં ડિવાઈસ પર એક કરતાં વધુ લિંક્સ ખોલી દે છે, જે વાયરસયુક્ત હોય છે અને આ લિંક્સ તમારાં ડિવાઈય પરથી તમામ પર્સનલ માહિતી ચોરી લે છે.
ખુરાનાએ ઉમેર્યું હતું કે, ‘આ હુમલાઓ સામે સંભવિત રક્ષણ મેળવવા માટે તમારે એ માહિતીથી માહિતગાર થવું જોઈએ કે, હેકર્સ યુઝર્સને છેતરવા માટે કેવી રીતે HTML લિંક્સનો ઉપયોગ કરે છે? આ અંગે તમને ઈન્ટરનેટ સર્ફિંગ દ્નારા વધુ માહિતી મળશે.’
હુમલાખોરો આ HTML લિંક્સને એવી સામાન્ય બાબતો સાથે જોડે છે કે, જેથી યુઝર્સને લિંક પર ક્લિક કરવા માટે મૂર્ખ બનાવી શકાય. એકવાર લિંક ખોલ્યા પછી તે યુઝર્સને થર્ડ પાર્ટી વેબસાઇટ પર લઈ જાય છે, તેનો હેતુ યુઝર્સની વ્યક્તિગત માહિતી ચોરી કરવાનો છે. આ લિંક્સ ખાસ કરીને સિસ્ટમ-જનરેટેડ મેઈલમાં સામાન્ય છે, જે યુઝર્સને દરરોજ આવતાં હોય છે.