છેલ્લા 24 કલાકમાં 18,815 કોરોના કેસ નોંધાયા
15,899 દર્દીઓ થયા રિકવર, 38 દર્દીઓનાં મોત
દેશમાં કુલ સક્રિય કેસનો આંકડો 1,22,335એ પહોંચ્યો
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર ચોંકાવનારો વધારો નોંધાયો છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18,815 કોરોના કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાથી ચેપગ્રસ્ત 15,899 દર્દીઓ રિકવર થયા છે. આ તરફ કોરોના કહેરના કારણે 38 દર્દીઓનાં મોત થયાનું પણ સામે આવ્યું છે.
ભારતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ગઇકાલે દેશમાં 18,930 કેસ નોંધાયા બાદ આજે ફરી એકવાર તેમાં વધારો થતાં 18,815 કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં હાલની સ્થિતિએ કુલ સક્રિય કેસ 1,22,335 છે. તો દૈનિક હકારાત્મકતા દર 4.96% નોંધાયો છે.
ગઇકાલે ભારતમાં 18,930 કેસ નોંધાયા હતા આ સિવાય કોરોનાને કારણે 35 લોકોના મોત થયા હતા. આ સાથે સક્રિય કેસ પણ વધીને 1,19,457 થઈ ગયા હતા. જ્યારે સકારાત્મકતા દર વધીને 4.32% થઈ ગયો હતો.