હાઇબીપીના દર્દીઓએ ખાસ સાચવવું
હાર્ટ અને કિડની પર થયા છે અસર
આંખોની રોશની પણ ગુમાવવાનો વારો આવી શકે
અત્યારે મોટાભાગના લોકોને હાઇ બીપીની સમસ્યા જોવા મળે છે. આ રોગ એવો છે કે જેની અસર હાર્ટ અને કિડની પર પડે છે. પણ શું તમને ખબર છે કે હાઇ બીપીની અસર આંખો પર પણ પડે છે? જી હાં બ્લડ પ્રેશર વધવા માટે કારણ કે રેટીના બ્લડ વેસલ્સ ડૅમેજ થઇ શકે છે. ત્યારે બીપી વધતા આંખોમાં ઘણા પ્રકારની સમસ્યા ઉ્દભવે છે ત્યારે આવો જાણીએ બીપી વધવાથી શું થાય છે નુકસાન
ઓછી દ્રષ્ટિ
હાઈપરટેન્શનને કારણે આંખોની રોશની ઓછી થઈ જાય છે. બીપી વધવાથી મગજની અંદરનું દબાણ વધે છે. જેના કારણે જ્ઞાનતંતુઓ પર દબાણ આવવા લાગે છે. આ દબાણ એટલું વધારે છે કે આંખના પડદા પર કોઈ પણ પ્રકારનો આકાર બની શકતો નથી અને દર્દી કંઈપણ જોઈ શકતો નથી. જે દર્દીઓનું બીપી વધારે રહે છે, તેઓએ પોતાની આંખોની તપાસ કરાવતા રહેવું જોઈએ.
હાયપરટેન્સિવ રેટિનોપેથી
હાઈપરટેન્સિવ રેટિનોપેથીની સમસ્યા એવા દર્દીઓમાં થાય છે જેમને લાંબા સમયથી હાઈપરટેન્શનની સમસ્યા હોય છે. આ રોગમાં લોહીની ધમનીઓને નુકસાન થાય છે, જેના કારણે નેત્રપટલમાં સોજો આવે છે અને આંખની રક્તવાહિનીઓ વધી જાય છે, જેનાથી આંખોની રોશની પર ખરાબ અસર પડે છે.
આંખમાં બ્લડ સ્પોટ
આંખમાં લોહીના ડાઘ થવાનું કારણ હાઈ બીપીની સમસ્યા પણ હોઈ શકે છે. આ સમસ્યા વૃદ્ધોમાં વધુ જોવા મળે છે. તેને સબકન્ડક્ટિવ હેમરેજ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ રોગ હાઈ બીપીની નિશાની પણ હોઈ શકે છે. તેને સુગર લેવલ અને હાઈપરટેન્શનની સમસ્યાનું સામાન્ય લક્ષણ માનવામાં આવે છે.