શુક્રનું થશે રાશિ પરિવર્તન
મિથુન રાશિમાં 13 જુલાઇએ કરશે પ્રવેશ
7 ઑગષ્ટ સુધી 3 રાશિના જાતકોને લાભ
જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ઐશ્વર્ય, સૌભાગ્ય, સુંદરતા અને ભૌતિક સુખ-સુવિધાઓનો કારક માનવામાં આવે છે. 13 જુલાઈએ શુક્ર ગ્રહ વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું સંક્રમણ 13 જુલાઈના રોજ સવારે 10.50 કલાકે થશે. 7 ઓગસ્ટ સુધી શુક્ર મિથુન રાશિમાં રહેશે. શુક્રનું પરિવર્તન અનેક રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો વ્યક્તિની કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત અને ઉચ્ચ સ્થાનમાં હોય તો તેને દરેક કાર્યમાં સફળતા મળશે. જાણો કઈ રાશિના જાતકોને શુક્ર સંક્રમણનો લાભ મળશે.
મિથુન- મિથુન રાશિના જાતકોને શુક્રના ગોચરને કારણે નોકરીમાં ઉન્નતિ મળવાની સંભાવના છે. વિદેશ પ્રવાસની તક મળશે. વ્યાપારીઓને ભાગીદારીના કામમાં સફળતા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન મિથુન રાશિના લોકોને અચાનક ધન લાભ થઈ શકે છે.
તુલાઃ- શુક્ર તુલા રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લાવશે. શુક્રના પ્રભાવને કારણે આ સમયગાળા દરમિયાન તમને ધનલાભની પ્રબળ તકો છે. કરિયરમાં ઉન્નતિ સાથે તમને આવકમાં વધારોથઈ શકે છે. વેપારીઓને નફાકારક સોદા મળી શકે છે.
ધન- શુક્ર સંક્રમણનો સમયગાળો નોકરીયાત લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમય દરમિયાન તમને નોકરીમાં પ્રમોશનની સાથે આવકમાં પણ વધારો થઈ શકે છે. બોસ તમારા કામથી ખુશ થશે. પ્રતિષ્ઠામાં વધારો થશે.
મહત્વનું છે કે જ્યોતિષ અનુસાર 9 ગ્રહ જીવનના અલગ અલગ પાસાઓમાં મહત્વની ભુમિકા નિભાવે છે અને દરેક રાશિઓ પર તેની અસર પડે છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ તેના જીવનમાં શુખ, સ્વાસ્થ્ય, સંપત્તિ, પરિવાર, સફળતા વગેરે પર અસર કરે છે. જો આ વસ્તુઓથી સંબંધિત ગ્રહ નબળા હોય તો તે મામલામાં વ્યક્તિને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમાંથી જ એક મુખ્ય ગ્રહ છે શુક્ર. જો શુક્ર ગ્રહ નબળો હોય તો વ્યક્તિના જીવનમાં શુખ-સમૃદ્ધિ ઓછી હોય છે. તે પૈસાની તંગી અને વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરે છે.