સ્પાઈસજેટની વધુ એક ફ્લાઈટનું મુંબઈમાં લેન્ડીંગ
વિંડશીલ્ડમાં તિરાડ દેખાતા લેન્ડીંગ કરાવ્યું
આજના દિવસમાં બીજી ઘટના બની
સ્પાઈસજેટના Q 400 વિમાનને હવામાં વિંડશીલ્ડમાં તિરાડ પડ્યા બાદ મુંબઈમાં લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. સ્પાઈસજેટના પ્રવક્તાએ તેના વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, પાંચ જૂલાઈના રોજ સ્પાઈસજેટની ફ્લાઈટ (SG 3324) જે કંડલાથી મુંબઈ જઈ રહી હતી. FL230 પર ક્રૂઝ દરમિયાન આ ફ્લાઈટનો વિંડશીલ્ડનો બહારનો ભાગ તૂટેલો હતો. પ્રેશર સામાન્ય થઈ ગયું હતું. ત્યાર બાદ મુંબઈમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ કરાવામાં આવ્યું. આપને જણાવી દઈએ કે, આજે જ દિલ્હીથી દુબઈ જઈ રહેલી સ્પાઈસજેટની વધુ એક ફ્લાઈટનું કરાચીમાં લેન્ડીંગ કરવામાં આવ્યું હતું.
હકીકતમાં જોઈએ તો, દિલ્હીથી દુબઈ જતી ફ્લાઈટમાં ખામી સર્જાતા સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સ્પાઈસજેટ B737 વિમાન સંચાલન ફ્લાઈટ SG-11 દિલ્હીથી દુબઈના ઈંડિકેટરમાં લાઈટમાં ખામી સર્જાતા કરાચી તરફ વાળી દેવામાં આવ્યું હતું. તેના કારણે ફ્લાઈટની ઈમરજન્સીમાં લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસથી સ્પાઈસજેટની ફ્લાઈટમાં સતત ધાંધિયા ચાલી રહ્યા છે.
આ અગાઉ શનિવારે પણ દિલ્હીથી જબલપુર જતી ફ્લાઈટમાં અચાનક ધુમાડો નિકળવાની ઘટના સામે આવી હતી. હકીકતમાં જોઈએ તો, ફ્લાઈટના ચાલક દળના સભ્યોને લગભગ 5000 ફુટની ઉંચાઈ પર ધુમાડો દેખાયો હતો. જે બાદ ફ્લાઈટ દિલ્હી પાછી ફરી હતી. 14000 ફુટની ઉંચાઈ પર ફ્લાઈટમાં જ્યારે ધુમાડો થવા લાગ્યો હતો.
આ અગાઉ 19 જૂને પટના એરપોર્ટ પર ફ્લાઈટ ઉડાન ભર્યાને થોડી વારમાં જ સ્પાઈસજેટની દિલ્હી જતી ફ્લાઈટમાં એન્જીનમાં આગ લાગી ગઈ હતી. જેને થોડી મીનિટમાં જ ઈમરજન્સી લેન્ડીંગ કરાવામાં આવ્યું હતું. આ વિમાનમાં 185 મુસાફરો સવાર હતા, જેની સાથે એક પક્ષી ટકરાતા ખરાબી આવી હતી.