પાસપોર્ટ હોલ્ડરના ડેટાને વધુ સારી રીતે સિક્યોર બનશે
100 કરતાં પણ વધુ દેશોમાં ચિપવાળા પાસપોર્ટ કાર્યરત છે
RFID ચિપનો ઉપયોગ કરવામાં આવશે
ભારતમાં ટૂંક સમયમાં જ ઇ-પાસપોર્ટને વર્ષના અંત સુધી ચાલુ કરી દેવામાં આવશે. સામાન્ય રીતે ઇન્ટરનેશનલ ટ્રાવેલને વધુમાં વધુ સરળ બનાવવા અને પાસપોર્ટ હોલ્ડરના ડેટાને વધુ સારી રીતે સિક્યોર બનાવવા માટે ભારત સરકાર ખૂબ જ જલદીથી ઇ-પાસપોર્ટ સેવા લૉન્ચ કરવા જઇ રહી છે.
ઈ-પાસપોર્ટ કોન્સેપ્ટ વિષયે સરકારે ગત વર્ષ જ જાહેરાત કરી હતી. વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં જ તેને કાર્યરત કરી દેવામાં આવશે. ઉપરાંત ઈ-પાસપોર્ટ દ્વારા સરકાર સીટિઝનના એક્સપીરિયન્સ અને પબ્લિક ડિલિવરીને ઇમ્પ્રૂવ કરવા માગે છે. જોકે, ચિપ બેઝ્ડ ઈ-પાસપોર્ટ નવો નથી.
હાલમાં 100 કરતાં પણ વધુ દેશોમાં ચિપવાળા પાસપોર્ટ કાર્યરત છે. ઈ-પાસપોર્ટ પણ નોર્મલ ફિઝિકલ પાસપોર્ટની જેમ જ કાર્ય આપશે. જેમાં એક નાની ઇલેક્ટ્રોનિક ચિપ લાગેલી હોય છે. જે ડ્રાઇવિંગ લાઇસન્સમાં લાગેલી ચિપની જેમ જ દેખાય છે. અલબત્ત, આ ચિપમાં પાસપોર્ટ હોલ્ડરની જરૂરી ડિટેલ્સ જેમ કે, નામ, એડ્રેસ અને અન્ય જાણકારી સ્ટોર હશે.
ઈ-પાસપોર્ટમાં RFID ચિપનો ઉપયોગ કરવામાં આવશે. જેના બેક કવર પર એન્ટેના હશે જેમાં ઓફિશિયલ ટ્રાવેલરની ડિટેલ્સને તરત જ વેરિફાઇ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે ટેક જાયન્ટ કન્સલ્ટન્સી સર્વિસીઝ (TCS) આ ઈ-પાસપોર્ટ પર કામ કરી રહી છે.