ક્રીસ ગેલ 2023માં ફરી IPLમાં આવે તેવી સંભાવના
પ્રીતિ ઝિન્ટા સાથે ગેલે કરી મુલાકાત
હું રમવા અને પડકારોનો આનંદ માણવા માંગુ છું:ગેલ
ક્રિસ ગેલ આઈપીએલમાં એક મોટી હસ્તી છે પરંતુ તે લીગની છેલ્લી સીઝન રમી શક્યો ન હતો. તેણે હરાજી પહેલા પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અને તે ક્રિકેટથી દૂર પાર્ટી વગેરેમાં વ્યસ્ત જોવા મળ્યો હતો. ગેલ પહેલેથી જ 40ને પાર કરી ચૂક્યો છે અને તેનામાં કેટલું ક્રિકેટ બાકી છે તે કોઈ નથી જાણતું પરંતુ તેના ચાહકો આ દિગ્ગજ બેટ્સમેનને IPLમાં ફરીથી જોવા માંગે છે.
જ્યારે પણ ક્રિસ ગેલ આ ઈન્ડિયન પ્રીમિયર લીગ સંબંધિત કોઈ પણ બાબતમાં સામેલ થાય છે ત્યારે તેના ભારતીય ચાહકો તેને પસંદ કરે છે. બોલિવૂડ એક્ટર અને આઈપીએલમાં પંજાબ કિંગ્સ ટીમની સહ-માલિક પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં કેરેબિયન બેટ્સમેન સાથેની તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બંનેને અમેરિકાના એટલાન્ટામાં સાથે સમય વિતાવતા જોઈ શકાય છે, જ્યાં તેમની સાથે ઉદ્યોગપતિ પરેશ ઘેલાણી પણ છે.
તસવીરોમાં તમે ક્રિસ ગેલને હસતા અને જૂના મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ એન્જોય કરતા જોઈ શકો છો. પ્રીતિ ઝિંટાએ આ તસવીર પોતાના એકાઉન્ટ પર શેર કરી અને કહ્યું કે ક્રિસ ગેલને મળવું હંમેશા સારું લાગે છે, તેનું વીકેન્ડ સરપ્રાઈઝ રહ્યુ છે. પ્રીતિની પોસ્ટ સૂચવે છે કે તેણે ગેલને એક સરપ્રાઈઝ આપી છે. આ દરમિયાન પ્રીતિ ઝિન્ટા પરંપરાગત સૂટમાં જોવા મળી હતી, જ્યારે ક્રિસ ગેલ શાનદાર બ્લેક ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં હતો.
ગેલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સ સાથે રમી ચૂક્યો છે. 42 વર્ષીય ખેલાડીએ કહ્યું છે કે તે આવતા વર્ષે ફરીથી IPLમાં વાપસી કરશે, જેણે તેના ચાહકોમાં પણ ઘણી ઉત્સુકતા પેદા કરી છે, કારણ કે ક્રિસ ગેલ તેની એક ફ્રેન્ચાઇઝી માટે IPL જીતવા માંગે છે. પંજાબ કિંગ્સ પણ તે ટીમમાંથી એક છે.
ઘણા મીડિયા અહેવાલો અનુસાર, ક્રિસ ગેલે કહ્યું હતું કે, “હું આવતા વર્ષે પાછો આવી રહ્યો છું કારણ કે તેમને મારી જરૂર છે. મેં અત્યાર સુધી IPLમાં 3 ટીમો – કોલકાતા, RCB અને પંજાબ કિંગ્સનું પ્રતિનિધિત્વ કર્યું છે. RCB અને પંજાબ કિંગ્સ કોઈપણ એક ટીમ માટે રમવાનું પસંદ કરું છું. RCB સાથે મારો સારો સમય રહ્યો છે જ્યાં હું વધુ સફળ રહ્યો છું અને પંજાબની ટીમ પણ ઘણી સારી રહી છે. હું રમવા અને પડકારોનો આનંદ માણવા માંગુ છું.