જોની બેયરસ્ટો અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન કોહલી વચ્ચે થોડી બોલાચાલી થઈ
“મને ન કહે કે મારે શું કરવું જોઈએ. તારું મોઢું બંધ રાખ અને બેટિંગ કર.”- કોહલી
ભારત હાલ આ સિરિજના 2-1થી આગળ ચાલી રહ્યું છે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટનમાં રમાઈ રહેલ ટેસ્ટમાં ઘણો રોમાંચ જોવા મળી રહ્યો છે. શરૂઆતી બે દિવસમાં ભારતીય ટીમ આ મેચમાં આગળ હતી અને ત્રીજી મેચની શરૂઆત એક બોલાચાલી સાથે થઈ છે. ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટો અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન કોહલી વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. એ પછી અમ્પાયર્સે વચ્ચે આવીને મામલો શાંત કરવો પડ્યો હતો.
વાત એમ છે કે ત્રીજા દિવસે જ્યારે રમતની શરૂઆત થઈ ત્યારે ઈંગ્લેન્ડ તરફથી જોની બેયરસ્ટો અને બેન સ્ટોક્સે બેટિંગ કરવાની શરૂઆત કરી હતી. રમત શરૂ થઈ એ પછી મોહમ્મદ શમી બોલિંગ કરી રહ્યા હતા અને એ સમયે વિરાટ અને જોની બેયરસ્ટોની વચ્ચે કઇંક વાતચીત થઈ. જોની બેયરસ્ટોથી એક બોલ બીટ થઈ હતી અને એ પછી વિરાટ કોહલી તેના પર કશું બોલ્યા. એ વાતનો જવાબ આપતા જોની બેયરસ્ટો પણ કઇંક બોલ્યા અને એટલામાં જ કોહલી ગુસ્સામાં એની તરફ આગળ વધ્યા. એ પછી બંને વચ્ચે બોલાચાલી થવા લાગી જેની થોડી અવાજ માઇકમાં પણ આવી હતી. જેમાં વિરાટ કોહલી એમ બોલતા સંભળાય છે કે “મને ન કહે કે મારે શું કરવું જોઈએ. તારું મોઢું બંધ રાખ અને બેટિંગ કર.”
જો કે બંનેને બોલાચાલી પછી અમ્પાયર્સ વચ્ચે આવ્યા અને એમને બંનેને શાંત પાડયા હતા. જે પછી માહોલ શાંત થઈ ગયો હતો. જો કે કોહલીનો ઘણી વખત જોવા મળે છે. હાલ જ એક તસવીર વાયરલ થઈ હતી જેમાં મેચમાં વરસાદ ચાલુ થયા બાદ વિરાટ કોહલી અને જોની બેયરસ્ટો બંને હસી-મજાક કરતાં પેવેલિયનમાં પરત ફરી રહ્યા હતા. પણ કોહલી જ્યારે મેદાનમાં આવે છે ત્યારે એમનો અંદાજ કઇંક અલગ જ હોય છે. એમનો આવો આક્રમક અંદાજ એમના ફેન્સને ઘણો પસંદ આવે છે.
ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટ (IND vs ENG) માં 416 રન બનાવી આઉટ થઇ હતી. ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. બાદમાં કેપ્ટન જસપ્રિત બુમરાહે 16 બોલમાં અણનમ 31 રન બનાવી સ્કોરને 400 રનના આંકડાને પાર પહોંચાડ્યો હતો. તેણે ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 35 રન એકઠા કર્યા હતા. આ મેચમાં પંત અને જાડેજા બંને એ શતક લગાવીને ઈતિહાસ રચી દીધો છે. જાડેજા 104 રન બનાવીને જેમ્સ એનડર્સનની બોલમાં આઉટ થયા હતા. પંતે 89 બોલમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. ભારત હાલ આ સિરિજના 2-1થી આગળ ચાલી રહ્યું છે. જો આ મેચ ટીમ ઈન્ડિયા જીતશે કે ડ્રો થશે તો પણ આઆ સિરિજ ટીમ ઈન્ડિયાના નામે થશે.