મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે અગ્નિપરીક્ષા
એકનાથ શિંદે સરકારે ફ્લોર ટેસ્ટ પાસ કરવો પડશે
વિધાનસભામાં થઈ રહ્યું છે વોટિંગ
મહારાષ્ટ્રમાં આજે નવા સીએમ એકનાથ શિંદેની અગ્નિપરીક્ષા છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય અને ભાજપ ગઠબંધનવાળી સરકારનો આજે ફ્લોર ટેસ્ટ થઈ રહ્યો છે. અત્યાર સુધીની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે શિંદે જૂથ આસાનીથી ફ્લોર ટેસ્ટ પાસ કરી લેશે.
તો વળી બીજી બાજૂ ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવ જૂથની મુશ્કેલીઓ વધી ગઈ છે. શિંદેને શિવસેનાના ધારાસભ્ય દળના નેતા અને ગોગાવલેને ચીફ વ્હિપ તરીકે માન્યતા મળી ગઈ છે. હવે ઉદ્ધવ જૂથના 16 ધારાસભ્યો જેમાં તેમના દિકરા આદિત્ય ઠાકરે પણ સામેલ છે. તેના પર શિંદે સરકારના સમર્થનમાં વોટ નાખવાનું પ્રેશર છે, જો તે આવું નહીં કરે તો, તેમના પર એક્શન લેવાઈ શકે છે. આપને જણાવી દઈએ કે, 288 ધારાસભ્યોવાળી વિધાનસભામાં બહુમત માટે 144 સભ્યોનું સમર્થન જોઈએ, હાલની સ્થિતિ જોતા શિવસેના (શિંદે જૂથ)માં 39, શિવસેના (ઉદ્ધવ જૂથ)માં 16, ભાજપમાં 106, અપક્ષ 12, એનસીપીમાં 53 તથા કોંગ્રેસમાં 44 અને અન્યના 17 ધારાસભ્યો છે.
ફ્લોર ટેસ્ટ પહેલા મોટી ગેમ થઈ ગઈ હતી. શિવસેના, એનસીપી, કોંગ્રેસ ગઠબંધન મહાવિકાસ અઘાડીમાં સામેલ બહુજન વિકાસ અઘાડીએ છેલ્લી ઘડીએ મોટા દાવ કર્યો હતો. બહુજન વિકાસ અઘાડીના ત્રણ ધારાસભ્યો શિંદે જૂથમાં જતા રહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય અશોક ચૌહાણ, વિજય વડેટ્ટીવાર, એનસીપીના અન્ના બંસોડે, સંગ્રામ જગતાપ સહિત સાત ધારાસભ્યો વોટિંગમાં પહોંચ્યા નહોતા.
મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની કાર્યવાહી દરમિયાન એકનાથ શિંદે વિરુદ્ધ 99 વોટ પડ્યા છે. જ્યારે શિંદેના સમર્થનમાં 164 વોટ પડ્યા, સાથે જ મોડા આવવાના કારણે પાંચ ધારાસભ્યોને વોટિંગ પ્રક્રિયામાં ભાગ લેવા દેવામાં આવ્યો નહોતો.
આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો ઝટકો મળ્યો છે, જે કાલ સુધી તેમના જૂથમાં હતા, તેવા ધારાસભ્ય સંતોષ બાંગડે પણ આજે શિંદે સરકારના સમર્થનમાં વોટ કર્યો હતો. તેઓ બળવાખોર ધારાસભ્યો સાથે જ આજે હોટલથી સવારે વિધાનસભા પહોંચ્યા હતા. ત્યાર બાદથી તેઓ શિંદે જૂથમાં જશે તેવી અટકળો વહેતી થઈ હતી.