આ ઋતુમાં તેના પાર્ટનર સાથે ક્યાંકને ક્યાંક ફરવા નીકળી પડે છે.
વરસાદની સિજનમાં આ સ્થળ ફરવાલાયક જગ્યાઓમાંથી સૌથી બેસ્ટ જગ્યા માનવામાં આવે
તમે તમારા પાર્ટનર સાથે હાઉસબોટની મજા પણ માણી શકો છો.
વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે એવામાં ઘણા લોકો આ મોસમનો આનંદ માણવા ઇચ્છતા હોય છે અને આ ઋતુમાં તેના પાર્ટનર સાથે ક્યાંકને ક્યાંક ફરવા નીકળી પડે છે. આ વરસાદની સિજનમાં ફેમિલી હોય કે કપલ દરેક લોકો આ સ્થળની મુલાકાત લઈને વરસાદી ઋતુની મજા માણી શકે છે. તમે પણ આ ઋતુમાં તમારા પરિવાર કે પાર્ટનર સાથે કોઈ સારી જગ્યા પર ટ્રીપ લેવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો અમે તમને ભારતમાં જ આવેલ થોડા એવા ફરવાલાયક સ્થળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાંની ખૂબસૂરતી જોઈને તમારું મન પણ મહેકી ઉઠશે.
કેરળ- ભારતમાં આવેલ કેરળ તેની સુંદરતા માટે દુનિયાભરમાં વખણાય છે. ખાસ કરીને વરસાદી ઋતુમાં કેરળ હરિયાળીથી ચમકી ઉઠે છે. વરસાદની સિજનમાં આ સ્થળ ફરવાલાયક જગ્યાઓમાંથી સૌથી બેસ્ટ જગ્યા માનવામાં આવે છે. ત્યાં તમે તમારા પાર્ટનર સાથે હાઉસબોટની મજા પણ માણી શકો છો.
કર્ણાટક- દક્ષિણ ભારતનો આ હિસ્સો ટ્રાવેલિંગ માટે બેસ્ટ લોકેશન માનવામાં આવે છે. અહિયાં તમે તમારા પાર્ટનર કે પરિવાર સાથે વરસાદી ઋતુમાં ટ્રીપ પર જઈ શકો છો. વરસાદ પછી આ જગ્યાની સુંદરતા કઇંક અલગ રીતે જ નીખરી આવે છે. ત્યાં પણ તમે તમારા પાર્ટનર સાથે હાઉસબોટની મજા માણી શકો છો.
કાશ્મીર- ગરમીઓમાં ઠંડકનો અહેસાસ અને વરસાદની ઋતુની મજા માણવી હોય તો તમે કાશ્મીરની ટ્રીપની મજા માણી શકો છો. કાશ્મીર ભારતનું સૌથી સુંદર સ્થળ છે અને વરસાદી માહોલમાં અંહિયાની ખૂબસૂરતી કઇંક અલગ રીતે જ નીખરી આવે છે. ત્યાં પણ તમે હાઉસબોટની મજા માણી શકો છો. જ્યાં તમે ફક્ત 2300 રૂપિયામાં હાઉસબોટ ભાડે રાખી શકો છો.
પોંડિચેરી- પોંડિચેરી વરસાદની ઋતુમાં ફરવા માટેનું સૌથી શ્રેષ્ઠ સ્થળ છે. આ ઋતુમાં ત્યાં હાઉસબોટની સવારી કોઈ સ્વર્ગથી ઓછી નહીં લાગે. ત્યાંની વધુ પડતી હાઉસબોટ ફ્રેંચ ડીજાઈન સાથે તૈયાર કરવામાં આવી છે. ત્યાં રહીને તમે ફ્રેંચ અને તમિલ બંને કલ્ચરને નજીકથી જાણી શકો છો.