Noise Nerve Pro નેકબેન્ડ લોન્ચ
એકવાર ચાર્જ કર્યા પછી સતત 35 કલાકનો લીસ્ટન ટાઈમ
ઝડપી અને સ્ટેબલ કનેક્શન માટે બ્લુટૂથ v5.2 ટેકનોલોજી
Noise Nerve Pro નેકબેન્ડ સ્ટાઇલના વાયરલેસ ઇયરફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીએ ફ્લિપકાર્ટ પર પોતાનો નોઇસ નર્વ પ્રો 899 રૂપિયાની શરૂઆતી કિંમતે વેચાણ ચાલુ કર્યું છે. જયારે આ પ્રોડક્ટની ઓરીજીનલ ભાવ 2799 છે. જે હવે તમને ફ્લિપકાર્ટ પર 1199 માં મળી રહી છે. ગ્રાહકો આ નોઇઝ નેકબેન્ડ ઇયરફોનને સાયન બ્લૂ, નિયોન ગ્રીન અને જેટ બ્લેક કલરમાં ખરીદી શકે છે. તેઓ ઝડપી અને સ્ટેબલ કનેક્શન માટે બ્લુટૂથ v5.2 ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. કંપનીનો દાવો છે કે આ વાયરલેસ ઇયરફોન્સ એકવાર ચાર્જ થયા બાદ 35 કલાક સુધીનો પ્લેટાઇમ આપી શકે છે.
આ ઉપરાંત, તેમની ઈન્સ્ટાચાર્જ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી 10 મિનિટના ચાર્જ સાથે 10 કલાક સુધીનો પ્લેટાઇમ ઓફર કરતી હોવાનું કહેવાય છે. કંપનીએ જણાવ્યું છે કે નોઇઝ નર્વ પ્રો ઇયરફોન્સની વાયરલેસ રેન્જ 10 મીટર સુધીની છે. વપરાશકર્તાઓ આ બ્લૂટૂથ ઇયરફોન્સને એક સાથે બે ઉપકરણો સાથે જોડી શકે છે. એટલે કે, તમે આ નેકબેન્ડને સ્માર્ટફોન અને લેપટોપ બંને સાથે એક સાથે કનેક્ટ કરી શકો છો.
તેની ખાસ વાત એ છે કે આ બ્લૂટૂથ નેકબેન્ડ ઇયરફોનની બેટરી લાઇફ 35 કલાક સુધીની છે. આ સિવાય તેનું ઇન્સ્ટાચાર્જ ફાસ્ટ ચાર્જિંગ ફીચર 10 મિનિટના ચાર્જ સાથે 10 કલાક સુધી બેટરી બેકઅપ આપે છે. નોઇઝ નર્વ પ્રોમાં કોલ માટે માઇક્રોફોન સાથે ઇન-લાઇન કન્ટ્રોલ સુવિધા આપવામાં આવી છે. આ સિવાય તેમાં એન્વારોમેન્ટલ સાઉન્ડ રિડકશનની સુવિધા છે, જે કોલ દરમિયાન આસપાસના ઘોંઘાટને ઘટાડે છે. આ લીધે માઇકને ક્લીયર ઇનપુટ મળે છે.
આ નેકબેન્ડ ઇયરફોનમાં ઇન-ધ-ઇયર ડિઝાઇન સાથે મેગ્નેટિક ઇયરબડ્સ છે, અને તેમાં IPX5-રેટેડ બિલ્ડ છે જે ઇયરફોનને પરસેવો અને પાણીના છાંટાથી બચાવે છે, અને આવી સ્થિતિમાં, આ સુવિધા એવા લોકો માટે ખૂબ ઉપયોગી થશે જેમને વર્કઆઉટ્સ અને જોગિંગમાં રસ છે.