ભારતીય યુવા બ્રિગેડ પાસે 2-0થી સિરીઝ જીતવાની તક
ઉમરાનના પ્રદર્શન પર ફેન્સની નજર
બીજી મેચમાં વરસાદ વિલન બની શકે
વરસાદના વિઘ્ન વચ્ચે પહેલી T20Iમાં યજમાન આયર્લેન્ડને સાત-વિકેટના માર્જિનથી હરાવ્યા પછી, હાર્દિક પંડ્યા એન્ડ ટીમ બીજી અને અંતિમ મેચ જીતવા માટે મેદાનમાં ઉતરશે. જે 28 જૂન, 2022ના દિવસે મંગળવારે ડબલિનમાં રમાશે. આ મેચ જીતવાની સાથે જ ભારતીય ટીમ પાસે 2-0થી આયરલેન્ડનો વ્હાઇટવોશ કરવાની તક રહેલી છે. વળી તાજેતરમાં સમાપ્ત થયેલી દક્ષિણ આફ્રિકાની શ્રેણી 2-2 (5)થી ડ્રો થવાની સાથે, મેન ઇન બ્લુને આયરલેન્ડને ઘરઆંગણે હરાવવાની આશા રહેલી હશે.
પહેલી મેચની વાત કરીએ તો રવિવારે ભારત અને આયરલેન્ડ વચ્ચે પહેલી T20 મેચ ડબલિન ખાતે રમાઈ હતી. જેમાં વરસાદના કારણે 12-12 ઓવરની મેચનું આયોજન થયું હતું. કેપ્ટન હાર્દિક પંડ્યા એન્ડ ટીમ સામે 109 રનનો ટાર્ગેટ હતો. જેને INDએ 16 બોલ પહેલા ચેઝ કરી પહેલી મેચ જીતી લીધી છે. આ દરમિયાન દીપક હુડાએ 29 બોલમાં અણનમ 47 રનની ઈનિંગ રમી હતી. જ્યારે આયરલેન્ડના બોલર ક્રેગ યંગે 2 વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે અત્યારે ભારત 2 મેચની T20 સિરીઝમાં 1-0થી આગળ છે.
મંગળવારે ડબલિનના વેધરની વાત કરીએ તો અહીં વાદળછાયા વાતાવરણની સાથે વરસાદ પડવાની સંભાવના પણ રહેલી છે. જેથી આ મેચમાં પણ વરસાદ વિલન બની શકે છે. વળી ડબલિનની વિકેટ બોલર્સને મદદરૂપ રહી શકે છે. અહીં પહેલા બેટિંગ કરતી ટીમને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જ્યારે બીજી ઈનિંગમાં પિચ બેટરને વધુ મદદ કરી શકે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.