- અમેરિકાના ટેક્સાસમાં સામે આવી ચોંકાવનારી ઘટના
- ટેક્સાસમાં એક ટ્રકમાંથી 46 પ્રવાસીઓના મૃતદેહ મળી આવ્યા
- 100 થી વધારે લોકોને ઘેટાં બકરાંની જેમ ભર્યા હતા
અમેરિકાના ટેક્સાસમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સોમાવારે ટેક્સાસના રોડ કિનારે પાર્ક કરેલી ટ્રકમાંથી 46 લોકોના મૃતદેહ મળી આવ્યા હતાં. મહત્વનું છે કે, આ ટ્રકમાં 100 થી વધુ લોકોને ઠુંસી ઠુંસી ભરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જેમની હાલત વધુ ગંભીર હોવાનું કહેવાય છે. જેમાં 4 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને તેમને બહાર કાઢ્યા ત્યારે તેમની ચામડી ગરમ થઈ ગઈ હતી.
કહેવામાં આવી રહ્યું છે કે, અતિશય ગરમીના કારણે ટ્રકના કન્ટેનરનું તાપમાન વધી ગયું અને લોકો હીટ સ્ટોકનો શિકાર બન્યા હતાં. મહત્વનું છે કે, આ 18 પૈડાવાળી ટ્રક ટેક્સાસના સેન એન્ટોનિયો શહેરમાંથી મળી આવી છે. આ ટ્રકના મારફતે આ લોકો ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવામાં આવી રહી હતી. મહત્વનું છે કે, સાન એન્ટોનિયો શહેર ટેક્સાસ-મેક્સિકો બોર્ડરથી લગભગ 250 કિમી દૂર છે.
આ મામલે મેક્સિકોના વિદેશ મંત્રી માર્સેલો એબ્રાર્ડે પોતાની પ્રતિક્રિયા આપી છે. ટ્વીટ કરીને તેણે તેને ટેક્સાસમાં ટ્રેજેડી એટલે કે ટેક્સાસની દુર્ઘટના ગણાવી છે. સાથે જ તેમણે કહ્યું કે સ્થાનિક વાણિજ્ય દૂતાવાસ ઘટનાસ્થળે પહોંચી રહ્યું છે. જો કે, મૃતક મળી આવેલા તમામ લોકોની રાષ્ટ્રીયતાની પુષ્ટિ થઈ શકી નથી.તાજેતરના મહિનાઓમાં રેકોર્ડ સંખ્યામાં સ્થળાંતર કરનારાઓએ યુએસ-મેક્સિકો સરહદ પાર કરી છે. આ જોતા જો બિડેન સરકારની ઈમિગ્રેશન નીતિની ટીકા થઈ રહી છે.
ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે આ મૃત્યુ માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને જવાબદાર ઠેરવ્યા છે. એબોટે કહ્યું કે આ મોત ઘાતક ખુલ્લી સરહદ નીતિને કારણે થયા છે. ઉનાળાના મહિનાઓમાં એન્ટોનિયો શહેરમાં તાપમાન નોંધપાત્ર રીતે વધે છે. સોમવારે અહીંનું તાપમાન 39.4 ડિગ્રી સેલ્સિયસ હતું. મેક્સીકન વિદેશ મંત્રી માર્સેલો એબ્રાર્ડે કહ્યું કે પીડિતોની નાગરિકતા અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. દૂતાવાસના અધિકારીઓ તેમની ઓળખ માટે સ્થળ પર પહોંચી રહ્યા છે.