Hyundai અને Creta જેવી SUV સાથે ટક્કર થશે
36 વેરિએન્ટમાં જોવા મળશે 2022 મહિન્દ્રા સ્કોર્પિયો N
ટિઝરમાં કંઈક આ પ્રકારની દેખાય છે મહિન્દ્રા સ્કોર્પિયો N
મહિન્દ્રા પોતાની ન્યૂ સ્કોર્પિયો આજે એટલે કે 27 જૂનના રોજ લોન્ચ થશે. કંપનીએ આ વાતની માહિતી ટ્વિટરના માધ્યમથી આપી હતી. આ ટ્વીટ મુજબ આજે સાંજે 5:30 વાગ્યે આ કાર લોન્ચ થશે. આ કારના ટિઝરમાં SUVનું એક્સટીરિયર અને તેમાં લાગેલા ઈફોટેનમેન્ટ સિસ્ટમનો ફોટો દેખાઈ રહ્યો છે. SUVના ટિઝર સાથે #BigDaddyOfSUVs હેશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
2022 મહિન્દ્રા સ્કોર્પિયો N 5 ટ્રિમ્સ – Z2, Z4, Z6, Z8L અને કુલ 36 વેરિએન્ટમાં જોવા મળશે. આ સિવાય ડિઝલ વર્ઝન 23 વેરિએન્ટમાં આવશે જ્યારે પેટ્રોલ વર્ઝન 13 વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. નવી મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિકને 2 ટ્રિમ્સ – S3+ અને S11માં 7 અને 9 સીટનો ઓપ્શન મળશે.
કંપનીએ નવી સ્કોર્પિયો Nમાં એકદમ નવી સિંગલ ગ્રિલ આપી છે. તેમાં ક્રોમ ફિનિશિંગ પણ આપવામાં આવેલું છે. આ ગ્રિલ પર કંપનીનો નવો લોગો પણ આપવામાં આવ્યો છે, જેના કારણે ગાડીની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે. આ કારમાં નવી ડિઝાઈનવાળા LED પ્રોજેક્ટર હેડલેમ્પ, નવા ફોગ લેમ્પ હાઉસિંગની સાથે રીડિઝાઈન ફ્રન્ટ બમ્પર, સી-શેપ્ડ LED ડે-ટાઈમ રનિંગ લાઈટ્સ, હેક્સાગોનલ લોઅર ગ્રિલ ઈન્સર્ટ સાથે વાઈડર સેન્ટ્રલ એર ઈનલેટ સામેલ છે.
SUVમાં નવા ડિઝાઈન કરેલા ટૂ-ટોન વ્હીલ્સનો સેટ જોવા મળશે. એક્સટિરિયરના બીજા ભાગની વાત કરીએ તો તેમાં ક્રોમ્ડ ડોર હેન્ડલ, ક્રોમ્ડ વિન્ડો લાઈન, પાવરફુલ રુફ રેલ્સ, ટ્વીક્ડ બોનેટ અને સાઈટ-હિંજ્ડ ડોરની સાથે બૂટલિડ, અપડેટેડ રિયર બમ્પર, ઓલ-ન્યૂ વર્ટિકલ LED ટેલ લેમ્પ મળે છે.
સ્કોર્પિયોનાં એક્સટીરિયરને જોઈને એ વાતનો અંદાજ લગાવી શકાય કે, તેનું ઈન્ટિરિયર પણ ખૂબ જ લક્ઝરી હશે. તેમાં નવું ડેશબોર્ડ અને સેન્ટર કોન્સોલ, અપડેટેડ સેમી-ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ, ફ્લેટ બોટમ સ્ટિયરિંગ વ્હીલ, રુફ-માઉન્ટેડ સ્પીકર, લેદર સીટ, એડજસ્ટેબલ હેડરેસ્ટ, વાયરલેસ ચાર્જિંગ પેડ, સેન્ટ્રલી માઉન્ટેડ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એન્જિન સ્ટાર્ટ/ સ્ટોપ બટન મળવાની આશા છે. આ ઉપરાંત સૅફ્ટી માટે સનરુફ, 6 એરબેગ, રિવર્સ કેમેરા, ટાયર પ્રેશર મૉનિટરીંગ સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ અને રિયર ડિસ્ક બ્રેક જેવાં ઘણાં ફીચર્સ મળશે.
2022 મહિન્દ્રા સ્કોર્પિયો N માં થાર અને XUV700 નું એન્જિન મળી શકે છે. આ કારમાં mStallionના પેટ્રોલના 2.0 લીટરના ચાર સિલિન્ડર અને 2.2 લીટરના ચાર પૉટ mHawk ડિઝલ એન્જિનથી સજ્જ છે. એન્જિનને 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઑટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડી શકાય છે. સ્કોર્પિયો N ના ટોપ-એન્ડ વેરિએન્ટને ફોર-વ્હીલ ડ્રાઈવ (4WD) સિસ્ટમની સાથે જોડી શકાય છે.