- બૉલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ માતા બનવા જઈ રહી છે
- આલિયા ભટ્ટએ જ સોશિયલ મીડિયા પર તેની અને રણબીર સાથે હોસ્પિટલની એક તસવીર શેર કરી
- ફોટો શેર કરીને લખ્યું, અમારું બાળક ટૂંક સમયમાં જ આવી રહ્યું છે.
બૉલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ માતા બનવા જઈ રહી છે. આલિયા ભટ્ટએ જ સોશિયલ મીડિયા પર ન્યુઝ શેર કરીને ફેંસને ખુશખબરી આપી છે. જો કે લગ્નના થોડા જ દિવસોમાં આલિયા અને રણબીર કે પેરન્ટ્સ બનવા જઈ રહ્યા છે એ વિશે જાણતા થતા જ ફેંસ ચોંકી ગયા છે. આલિયા ભટ્ટએ જ સોશિયલ મીડિયા પર તેની અને રણબીર સાથે હોસ્પિટલની એક તસવીર શેર કરી છે. તેણે ફોટો શેર કરીને લખ્યું, અમારું બાળક ટૂંક સમયમાં જ આવી રહ્યું છે. રણબીર અને આલિયાના લગ્ન 14 એપ્રિલ, 2022ના રોજ થયા હતા.
આજનો દિવસ બોલીવુડના કપુર ખાનદાન માટે ખુબ જ મોટી ખુશખબરી લઈ આવ્યો છે. રણવીર કપૂરના ઘરે બંધાવા જઈ રહ્યું પારણું. આલિયા ભટ્ટ પ્રેગન્ટ હોવાના ગુડ ન્યૂઝ આજે સવારે મળ્યાં છે. આલિયા અને રણબીરના ત્યાં ગુડ ન્યૂઝ આવ્યાં છે. બોલીવુડનું આ હોટ કપલ હવે મમ્મી-પાપા બનવા જઈ રહ્યું છે. આલિયાએ પોતે જ પોતાના ઓફિશ્યિલ ઈન્સ્ટાગ્રામ પર પોતે પ્રેગન્ટેન્ટ હોવાની તસવીર શેયર કરીને ચાહકોને આ ખુશ ખબર આપી છે.
આલિયા ભટ્ટે આજે સવારે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેયર કરીને આ ગુડ ન્યૂઝ આપ્યાં છે. ઉલ્લેખનીય છેકે, હજુ બે મહિના પહેલાં જ આલિયા અને રણબીર કપૂરના લગ્ન થયા હતાં. બોલિવૂડ સ્ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્નના બે મહિના બાદ જ આ ગુડ ન્યૂઝ આપીને કપૂર ખાનદાનને નવા વારસદાર મળશે તેવી જાહેરાત કરી છે. આલિયા ભટ્ટે એક સુંદર તસવીર સાથે જાહેરાત કરી છે કે તેનું બાળક ટૂંક સમયમાં આવી રહ્યું છે.