- મહારાષ્ટ્રનું રાજકીય સંકટ હવે સુપ્રીમમાં
- એકનાથ શિંદેએ રાજ ઠાકરે સાથે ફોન પર કરી વાતચીત
- આદિત્ય ઠાકરેએ શાહરુખનો ડાયલોગ યાદ કર્યો
મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયું છે. આજે મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થશે. શિંદે જૂથે સુપ્રીમકોર્ટમાં બે અરજી દાખલ કરી છે. એક તો શિંદે જૂથે 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની ડેપ્યુટી સ્પીકરની નોટિસ વિરુદ્ધ રવિવારે અરજી કરી છે. અને બીજી શિંદે જૂથે એકનાથ શિંદેનું ધારાસભ્ય દળના નેતાનુ પદ છીનવાયુ તે નિર્ણયને પડકાર્યો છે
શિંદે જૂથે સુપ્રીમકોર્ટમાં બે અરજી દાખલ કરી છે. આજે સવારે 10.30 વાગ્યે જસ્ટિસ સૂર્યકાન્તની બેંચ સુનાવણી કરશે. અભિષેક મનુ સિંઘવી ઉદ્ધવ ઠાકરે વતી સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરશે તો સામે હરીશ સાલ્વે શિંદે જૂથ વતી સુપ્રીમકોર્ટમાં પોતાની દલીલ રજૂ કરશે.
16 બળવાખોર ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકરે આપેલી નોટિસને કોર્ટમાં પડકારવામાં આવી છે. ધારાસભ્યોએ આ મામલે સોમવારે તાત્કાલિક સુનાવણીની માગ કરી છે, ત્યારે સુપ્રીમ કોર્ટ આજે આ અંગે સુનાવણી કરશે. શનિવારે ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલે 16 ધારાસભ્યોને સભ્યતા રદ કરવાની નોટિસ મોકલી હતી.
આ સમગ્ર મામલે આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે એકનાથ શિંદેને 20 મેનાં રોજ મુખ્યમંત્રી બનવાની ઓફર ઉદ્ધવજી દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તેમને આ ઓફર બાદ પણ બળવો કર્યો હતો. તેમણે શાહરુખ ખાનનો એક ડાયલોગ બોલતા કહ્યું હતું કે અમે શરીફ શું થયા, દુનિયા બદમાશ થઈ ગઈ. તેમણે કહ્યું હતું કે બાળાસાહેબ હોત તો બરાબર જવાબ આપત.