શું તમને હાડકા અને સાંધામાં દુ:ખાવાની સમસ્યા છે?
તમારા ડાયટમાં આ ત્રણ વસ્તુઓનો કરો સમાવેશ
શરીરમાં તમારા હાડકાને બનાવશે મજબૂત
ઘણા લોકોને ઉઠતા-બેસતા વખતે હાડકા અને સાંધામાં દુ:ખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ એ વાત તરફ ઈશારો કરે છે કે તમારા હાડકા નબળા થયા છે. હાડકાને મજબૂત કરવા માટે કેલ્શિયમ ખૂબ જરૂરી માનવામાં આવ્યું છે.
હાડકામાં દુ:ખાવાની સમસ્યાનો સામનો વૃદ્ધ સહિત હવે જવાન લોકોએ પણ કરવો પડે છે. હાડકા માટે કેલ્શિયમ ઘણુ જરૂરી માનવામાં આવે છે. શરીરમાં કેલ્શિયમની કમી થવાથી હાડકા નબળા થવા લાગે છે. તેથી તમારા ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જેનાથી હાડકા અને સાંધાના દુ:ખાવાની સમસ્યાનો સામનો ના કરવો પડે.
આપણા હાડકા સતત બદલાતા રહે છે. શરીરમાં નવા હાડકા બનતા જૂના હાડકા તુટવા લાગે છે. જ્યારે તમે યુવાન હોય ત્યારે જૂના હાડકા તુટ્યા બાદ નવા હાડકા ઘણા જલ્દી બને છે. આ સાથે બોન માસ પણ વધે છે. પરંતુ ઉંમર વધતા બોન માસ વધે છે, પરંતુ પહેલા જેવી તેજીથી નહીં. ઉંમર વધવાની સાથે એક સમય બાદ ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા થાય છે. ઓસ્ટિયોપોરોસિસ એક એવી બિમારી છે, જેમાં હાડકા ખૂબ નબળા પડી જાય છે અને સરળતાથી તુટવા લાગે છે.
એક ન્યુટ્રીશિયન મુજબ બોન હેલ્થને સુધારવા માટે ત્રણ ચીજ વસ્તુઓનું સેવન કરવુ ખૂબ ફાયદાકારક સાબિત હોઇ શકે છે.
તલ
તલમાં ફોસ્ફરસ અને કેલ્શિયમની વધુ માત્રા હોય છે, જે બોન હેલ્થ માટે વધુ લાભદાયી સાબિત થાય છે.
કઠોળ
કઠોળ હાડકા માટે પાવર હાઉસનુ કામ કરે છે. જેમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફાસ્ફોરસ હોય છે, જે બોન હેલ્થને સુધારવામાં મદદ કરે છે. એવામાં જરૂરી છે કે તમે ડાયટમાં રાજમા, સોયાબીન જેવી વસ્તુઓને એડ કરો.
રાગી
રાગી કેલ્શિયમથી પણ ભરપૂર હોય છે, જે તમારા હાડકા માટે ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવે છે. રાગીથી તમે ચીલા, પેનકેક અને રોટલી વગેરે ચીજ વસ્તુઓ બનાવી શકો છો.
પાલક
પાલકમાં કેલ્શિયમની માત્રા ઘણી વધારે હોય છે, જે હાડકા અને દાંત માટે શ્રેષ્ઠ સાબિત થાય છે. દરરોજ એક કપ પાકેલી પાલકનુ સેવન કરી તમે તમારા શરીરમાં 25 ટકા સુધી કેલ્શિયમની કમીને પૂરી કરી શકો છો. આ ઉપરાંત પાલકમાં આયરન અને વિટામિન Aની વધુ માત્રા હોય છે.
અનાનસ
અનાનસમાં પોટેશિયમની ભરપૂર માત્રા હોય છે, જે શરીરમાં બનનારા એસિડના લેવલને બેલેન્સ કરે છે અને કેલ્શિયમની કમી થવાથી પણ રોકે છે. જેમાં વિટામિન Aની માત્રા ઘણી વધારે હોય છે.