હાલ જ હીરો મોટોકોર્પએ નવું સ્પ્લેન્ડર બાઇક લોન્ચ કર્યું છે
બીએસ 6 ઈંજન સાથે આવનાર પહેલી સ્પ્લેન્ડરઆઇસ્માર્ટ બાઇક છે
નિર્ધારિત કિંમત માત્ર 64,900 છે
આજકાલના જડપી જીવનમાં દરેક પાસે ટુ-વ્હીલર્સ હોવું ફરજિયાત જેવુ બની ગયું છે. શહેર હોય કે ગામડું આજે દરેક વ્યક્તિ પાસે બાઇક અથવા બીજું કોઈ સ્કૂટર જરૂરથી હોય છે. કોઈ પણ જગ્યાએ જલ્દી પંહોચવા માટે લોકો ટુ-વ્હીલર્સનો ઉપયોગ કરે છે. શહેરના અનહદ ટ્રાફિકથી બચવા માટે પણ આજકાલ લોકો ટુ-વ્હીલર્સનો વધુ ઉપયોગ કરે છે. એવામાં ઘણી કંપનીઓ ઘણા બાઇક અને સ્કૂટર બનાવે છે પણ સામાન્ય માણસ માટે સારી માઇલેજ આપતું અને સારું લુક ધરાવતું ટુ-વ્હીલર્સ જે બજેટમાં પણ આવી જતું હોય એવા ટુ-વ્હીલર્સ માર્કેટમાં ઘણા ઓછા છે. કોઈ સારું દેખાવ આપતું હોય તો માઇલેજ ઓછું આપતું હોય અને ઘણા બજેટમાં આવેલ ટુ-વ્હીલર્સ સારું માઇલેજ આપતું હોય પણ એનો દેખાવ આટલો સારો ન હોય.
એવામાં હાલ જ હીરો મોટોકોર્પએ નવું સ્પ્લેન્ડર બાઇક લોન્ચ કર્યું છે અને એ બીએસ 6 ઈંજન સાથે આવનાર પહેલી સ્પ્લેન્ડર આઇસ્માર્ટ બાઇક છે. જેની નિર્ધારિત કિંમત માત્ર 64900 છે. સામાન્ય માણસોના બજેટમાં આવી જતી આ બાઇક દેખાવે પણ સારી છે અને માઇલેજ પણ ઘણું સારું આપી રહી છે.
Splendor iSmart બાઈકની અંદર 110 સીસીનું ફ્યુલ ઇન્જેકશન સિસ્ટમ છે. આ બાઇક 9 બીએચપીનો પાવર પ્રોવાઈડ કરે છે. હાલ આ બાઇકનું જે જૂનું વર્જન છે એની તુલનામાં બીએસ 6ની સાથે આ બાઇક વધુ માઇલેજ આપે છે. હીરો મોટોકોર્પના હેડ સેલ્સના જણાવ્યા મુજબ, સ્પ્લેંડર આઇસ્માર્ટ બાઇક ધીરે ધીરે આખા દેશના દરેક વિસ્તારમાં ઉપલબ્ધ થશે. કંપની ખૂબ જલ્દી જ આના ઉત્પાદનમાં વધારો કરવાની છે.
હીરો તેના આવનાર દરેક બાઈકના વ્હીલ્સ માટે ઓલ ન્યુ ડાયમંડ ઓઇલનો ઉપયોગ કરવાની છે. સાથે જ હીરોના આ આવનાર બાઈકમાં 120એમએસનું ફ્રન્ટ સસ્પેન્શન પણ સાથે આવી રહ્યું છે. હીરોની આવનાર બાઇક સ્પ્લેન્ડર આઇસ્માર્ટમાં ડ્યુઅલ ટોન લોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ તેમ આઈએસ ટેકનોલોજીનો પણ ઉપયોગ થયો છે.