મોરબી જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ
ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
વિદ્યાર્થીઓને બે જોડી યુનિફોર્મ, સ્કૂલ બેગ શૈક્ષણિક કીટ સાથે ભેટમાં આપ્યા
રાજ્ય ભરની સાથે મોરબી જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પ્રથમ દિવસે ફાટસર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓને ફાટસર ગામનાં દામજીભાઈ રાઠોડ તથા જગદીશભાઈ રાઠોડ તરફથી શાળાના દરેક વિદ્યાર્થીઓને બે જોડી યુનિફોર્મ. સ્કૂલ બેગ શૈક્ષણિક કીટ સાથે ભેટમાં આપ્યા હતાં.
ઉપરાંત, પરિક્ષામાં એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરનારને ઇનામ,ડેલ કંપનીના બે કમ્પ્યુટર તથા ગોદરેજ કબાટ બધુ મળીને કુલ રૂ. ૧૨૩૫૦૦નું દાન અન્ય દાતાઓ દ્વારા આપવામાં આવ્યુ હતું. શાળાના આચાર્ય નટવરભાઈ ચોટલીયા તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આમ ફાટસર શાળામાં પ્રવેશોત્સવની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી.