ગુજરાત રમખાણોમાં PM મોદીને મળેલ ક્લીનચિટ સામે દાખલ અરજી SCએ ફગાવી
ઝાકિયા જાફરીએ SITના રિપોર્ટને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો
એહસાન જાફરીની રમખાણોમાં મોત નીપજ્યું હતું.
સુપ્રીમ કોર્ટે 2002માં થયેલા ગુજરાત રમખાણ કેસોમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપવા વાળી SITના રિપોર્ટની વિરૂદ્ઘ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી આ અરજી ઝાકિયા જાફરી વતી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે SITના તપાસ રિપોર્ટને સાચો માન્યો છે. મહત્વનું છે કે, ઝાકિયા જાફરી પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની છે.
જસ્ટિસ એ.એમ.ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સીટી રવિકુમારની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઝકિયા જાફરીની અરજી પર મેરેથોન સુનાવણી પૂર્ણ કર્યા બાદ સાત મહિના પહેલા 9 ડિસેમ્બર 2021 ના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ગુજરાત રમખાણોની તપાસ માટે રચાયેલી એસઆઈટીએ ગુજરાતના મુખ્યમંત્રી રહેલા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેદ્ર મોદીને કલીન ચીટ આપી હતી.
ઉલ્લેખીય છે કે, વર્ષ 2002માં ગુજરાત રમખાણો દરમિયાન ઝાકીયા જાફરીના પતિ અને તે વખતે કોંગ્રેસના સાંસદ રહેલા એહસાન જાફરીને તોફાની ટોળાઓએ ગુલબર્ગ સોસાયટીમાં હત્યા કરી નાખી હતી. આ મામલે એહસાન જાફરીની વિધવા પત્નીએ જાકીયા જાફરીએ એસઆઈટીના રિપોર્ટને સુપ્રમી કોર્ટમાં અરજી દાખલ કરી રિપોર્ટને પડકાર્યો હતો.