બે વેરિઅન્ટમાં આ બાઈક રજૂ કરવામાં આવી
પલ્સર N160 લોન્ચ; પ્રારંભિક કિંમત રૂ.1.23 લાખ
નવી બજાજ પલ્સર N160 સ્ટાઈલિંગ અને ફીચર્સ સાથે ઉપલબ્ધ
બજાજ ઓટોએ આખરે પોતાની નવી બજાજ પલ્સર N160ને ઈન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. આ બાઈકની પ્રારંભિક કિંમત 1.23 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. કલર ઓપ્શનની વાત કરીએ તો સિંગલ ચેનલ ABS વર્ઝનમાં કેરિબિયન બ્લુ, રેસિંગ રેડ અને ટેક્નો ગ્રે ઓપ્શન મળે છે, તેમજ ડ્યુઅલ ચેનલ ABS વર્ઝનમાં સેગમેન્ટ ફર્સ્ટ બ્રુકલિન બ્લેક શેડ મળે છે.
કંપનીએ નવી બજાજ પલ્સર N160ને બે વેરિઅન્ટમાં રજૂ કરી છે, જેમાં સિંગલ ચેનલ ABS અને ડ્યુઅલ ચેનલ ABS સામેલ છે. તેના ડ્યુઅલ વેરિઅન્ટની કિંમત 1.28 લાખ રૂપિયા રાખવામાં આવી છે. માર્કેટમાં આ બાઈક યમાહા FZ, TVS અપાચે RTR 160 4V અને સુઝુકી જિક્સરને ટક્કર આપશે.
ડિઝાઈન વિશે વાત કરીએ તો બજાજ પલ્સર N160 મોટી પલ્સર N250 જેવી છે. આ નવા મોડલમાં સમાન સિંગલ LED પ્રોજેક્ટ હેડલેમ્પને સપોર્ટ કરે છે. બંને તરફ સ્લિમ LED ડે-ટાઈમ રનિંગ લેમ્પ્સ છે. બજાજ N250માં ફ્યુઅલ ટેંક, ટેંક એક્સટેન્શન, સ્પિલટ સીટ, અલોય વ્હીલ અને ટેલ લાઈટ જેવાં એલિમેટ્સ છે. પલ્સર બજાજ પલ્સર N250 પર સાઈડ-સ્લંગ યુનિટની જગ્યાએ એક અંડરબેલી એક્ઝોસ્ટ મળે છે. તે સિવાય બજાજ પલ્સર N160માં એક USB ચાર્જિંગ પોર્ટ, એક 14 લીટરનું ફ્યુઅલ ટેંક અને એક ડિજી-એનાલોગ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે, જે ગિયર સ્ટેટસ, વોચ, ફ્યુઅલ ઈકોનોમી અને રેન્જને ડિસ્પ્લે કરે છે.
નવી બજાજ પલ્સર N160 એક નવા 164.82cc, 2-વાલ્વ, ઓઈલ-કૂલ્ડ, સિંગલ સિલિન્ડર એન્જિનની સાથે ઉતારવામાં આવી છે, જે 8,750Rpm પર 16Bhp પાવર અને 6,750Rpm પર 14.65Nm ટૉર્ક જનરેટ કરે છે અને તેની સાથે 5-સ્પીડ ગિયરબોક્સ જોડવામાં આવ્યાં છે. નવી બજાજ પલ્સર N160માં જૂની બજાજ પલ્સર NS160નું 160cc, 4 વાલ્વ એન્જિન ઉપયોગ નથી કરવામાં આવ્યું અને નવા મોડલનું એન્જિન જૂના મોડલના એન્જિન કરતાં 1.2 Bhp ઓછો પાવર જનરેટ કરે છે, જો કે ટોર્કમાં આ બંને એન્જિન એક જ જેવાં દેખાય છે.
પલ્સર N160ને 37mm ટેલિસ્કોપિક ફોર્ક અપ ફ્રન્ટ અને રિઅરમાં મોનો શૉક સસ્પેન્શન આપવામાં આવ્યાં છે. મોટરસાયકલમાં 100/80-17 ફ્રન્ટ ટાયર અને 130/70-17 રિઅર ટાયરની સાથે 17 ઈંચના વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રેકિંગ માટે ડ્યુઅલ ચેનલ ABS વર્ઝનમાં 300mmની ફ્રન્ટ ડિસ્ક આપવામાં આવી છે. સિંગલ ચેનલ ABS વર્ઝનમાં 280mm ફ્રન્ટ ડિસ્ક બ્રેક ઉપયોગ કરવામાં આવી છે, જ્યારે બંને વેરિઅન્ટ્સના રિઅરમાં 230mmની રિઅર ડિસ્ક મળે છે. સિંગલ ચેનલ ABS વર્ઝનનું વજન 152 કિલોગ્રામ રાખવામાં આવ્યું છે અને ડ્યુઅલ ચેનલ ABS વર્ઝનનું વજન 154kg છે.