- આ છે દેશની ટોપ સીએનજી કાર
- જે સૌથી વધુ માઈલેજ આપે છે
- આ સીએનજી કારની કિંમત પણ ઓછી છે
દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી નાગરિકો પરેશાન છે. તો સીએનજી કારમાં ફેરવવાની વાત કરી રહ્યાં છે. સીએનજી પર ચાલતી કાર, પેટ્રોલ-ડીઝલ દ્વારા ચાલતી કારથી વધુ માઈલેજ આપે છે અને સીએનજીની કિંમતો પણ પેટ્રોલ-ડીઝલથી ઓછી છે. આવો તમને દેશની ટોપ સીએનજી કાર વિશે જણાવીએ જે સૌથી વધુ માઈલેજ આપે છે અને કિંમત પણ ઓછી છે.
મારૂતિ સેલેરિયો સીએનજી 35.6 કિલોમીટરનું માઈલેજ આપે છે. મારૂતિ તરફથી આવો દાવો કરવામાં આવ્યો છે. જેની કિંમત 6.69 લાખ રૂપિયા છે. કારમાં 998 સીસીનુ એન્જિન મળે છે, જે 57hp પાવર અને 82.1 Nm ટૉર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.
મારૂતિ ઑલ્ટો સીએનજી 31.59 કિલોમીટરનુ માઈલેજ આપે છે. જેમાં 796 સીસીનુ એન્જિન મળે છે, જે 35.3 kW પાવર અને 69 Nmનો પીક ટૉર્ક જનરેટ કરી શકે છે. ઑલ્ટોની કિંમત 3.39 લાખથી શરૂ થાય છે. જો કે, જે વેરિએન્ટમાં સીએનજી કિટ મળે છે, તેની કિંમત 5.03 લાખ રૂપિયા છે.
મારૂતિ વેગનઆર સીએનજી 32.52 કિમીનુ માઈલેજ આપે છે. કંપની તરફથી આ દાવો કરવામાં આવ્યો છે. જેમાં 1.0 લીટર પેટ્રોલ એન્જિન મળે છે, જે 58 hp પાવર અને 78 Nm પીક ટૉર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. કારની કિંમત 6.42 લાખ રૂપિયાથી શરૂ થાય છે.