ઈંગ્લેન્ડમાં 15 વર્ષથી ટેસ્ટ શ્રેણી જીતી નથી ભારતીય ટીમ
છેલ્લે રાહુલ દ્રવિડની આગેવાનીમાં ભારતીય ટીમને મળી હતી જીત
રોહિત શર્માની આગેવાનીમાં ટેસ્ટ જીતશે તો 15 વર્ષ બાદ રચાશે ઈતિહાસ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એકમાત્ર ટેસ્ટની શરૂઆત 1 જુલાઈથી થશે. આ ગયા વર્ષે રમાયેલી ટેસ્ટ શ્રેણીનો ભાગ છે. ગયા વર્ષે ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડ ગઇ હતી. પરંતુ ચાર મેચ બાદ ભારતના અમુક ખેલાડી અને કોચ કોરોના સંક્રમિત થયા હતા. એવામાં છેલ્લી મેચ સ્થગિત કરવી પડી હતી. ભારતીય ટીમ અત્યારે શ્રેણીમાં 2-1થી આગળ છે.
રોહિત શર્માની કેપ્ટનશિપ અને હેડ કોચ રાહુલ દ્રવિડની કોચિંગમાં ભારતીય ટીમ આ ટેસ્ટ જીતે છે અથવા ડ્રો થાય છે, તો 15 વર્ષ બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં ઈતિહાસ રચી દેશે. ભારતીય ટીમે 2007થી ઈંગ્લેન્ડની ધરતી પર કોઈ દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી જીતી નથી. આની પહેલા રાહુલ દ્રવિડની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને તેની ધરતી પર ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી પરાજય આપ્યો હતો. તે સમયે માઇકલ વૉન ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન હતા.
15 વર્ષ પહેલા જ્યા રાહુલ દ્રવિડે પોતાની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડની ધરતી પર ઈંગ્લેન્ડને ટેસ્ટ હરાવી હતી. તો આ વખતે તેઓ ટીમના હેડ કોચ છે. એવામાં કેપ્ટન રોહિત શર્માની પાસે ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચવાની તક છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં અત્યાર સુધી 18 ટેસ્ટ શ્રેણી રમી છે, જેમાંથી માત્ર ત્રણમાં જીત પ્રાપ્ત થઇ છે, તો એક શ્રેણી ડ્રો રહી છે.